Not Set/ પોલીસકર્મી નશામાં ધૂત થયો વિડિયો વાઈરલ અમલ કરાવવાની જેમની ફરજ છે તેમના દ્વારા જ આ કાયદાનો ભંગ

રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાં તેનું કોઈ પાલન નથી થઈ રહ્યું..અને અનેક સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે ..જો કે ચિંતા ત્યારે થાય છે જ્યારે દારૂબંધીનો અમલ કરાવવાની જેમની ફરજ છે તેમના દ્વારા જ આ કાયદાનો ભંગ કરવામાં આવે…થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક વિડિયો વાઈરલ થયો છે..જેમાં એક પોલીસકર્મી નશામાં ધૂત જોવા મળી રહ્યો છે….રોડ પરની […]

India
vlcsnap error320 પોલીસકર્મી નશામાં ધૂત થયો વિડિયો વાઈરલ અમલ કરાવવાની જેમની ફરજ છે તેમના દ્વારા જ આ કાયદાનો ભંગ

રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાં તેનું કોઈ પાલન નથી થઈ રહ્યું..અને અનેક સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે ..જો કે ચિંતા ત્યારે થાય છે જ્યારે દારૂબંધીનો અમલ કરાવવાની જેમની ફરજ છે તેમના દ્વારા જ આ કાયદાનો ભંગ કરવામાં આવે…થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક વિડિયો વાઈરલ થયો છે..જેમાં એક પોલીસકર્મી નશામાં ધૂત જોવા મળી રહ્યો છે….રોડ પરની કોઈ દુકાનની પાટલી પર બેસેલો આ પોલીસકર્મી જેને જોઈને પહેલા તો ખ્યાલ નથી આવતો..પરંતુ પોલીસકર્મી પગમાંથી બૂટ ઉતારવાની કોશિશ કરી રહ્યો છે…અને બુટ ઉતારતી વખતે તે થોડા લથડિયા ખાતો પણ જોવા મળે છે…..અને બૂટ ઉતાર્યા બાદ તેનું બેલેન્સ તરત જ બગડી જાય છે અને તે પાટલી પરથી ધડામ દઈને નીચે પડી જાય છે..ત્યારે આ પોલીસકર્મી નશામાં ધૂત હોવાનું છે તે સ્પષ્ટ નજરે પડે છે…જો કે વાઈરલ થયેલો આ વિડિયો ક્યાંનો છે તે બહાર આવ્યું નથી..પરંતુ પોલીસકર્મીના સામે આવેલા આ વિડિયોથી ખાખી પર વધુ એક દાગ જરૂર લાગ્યો છે…