પ્રહાર/ હવે કોર્ટ પર પણ ભરોસો નથી! રાહુલ ગાંધીની અપીલ ફગાવી દેવાયા બાદ ગુસ્સે થયા મહેબૂબા

ગુરુવારે કોર્ટના આ નિર્ણય બાદ મહેબૂબાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય લોકતંત્ર માટે આ કાળો દિવસ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે

Top Stories India
રાહુલ

ગુજરાતના સુરતની એક કોર્ટે ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવા પર PDP પ્રમુખ મહેબૂબા મુફ્તી ગુસ્સે થયા છે. ગુરુવારે કોર્ટના આ નિર્ણય બાદ મહેબૂબાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય લોકતંત્ર માટે આ કાળો દિવસ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેઓ કાં તો જેલમાં છે અથવા તેમને જેલમાં મોકલવામાં આવશે.

‘ભાજપ દેશમાં લોકશાહી ખતમ કરવા માંગે છે’

મહેબૂબાએ અનંતનાગમાં કહ્યું, લોકશાહીની જનની હોવાનો ગર્વ કરનારા દેશના લોકશાહી ઈતિહાસમાં આજનો દિવસ કાળો છે. રાહુલ ગાંધી સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે દર્શાવે છે કે ભાજપ દેશમાં લોકશાહી ખતમ કરવા માંગે છે. તેઓ બંધારણને બાજુ પર મૂકીને ‘એક પક્ષની સિસ્ટમ’ લાવવા અને ‘ભાજપ રાષ્ટ્ર’ બનાવવા માંગે છે.” સુરતની કોર્ટે ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે રાહુલ ગાંધીની અપીલને ફગાવી દીધા પછી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

‘ન્યાયતંત્ર એ લોકોની છેલ્લી આશા છે પણ…’

મહેબૂબાએ કહ્યું, “ન્યાયતંત્ર લોકોની છેલ્લી આશા છે પરંતુ તેની તાજેતરની ભૂમિકા સવાલો ઉભા કરે છે. કલમ 370 સંબંધિત અરજીઓ જુઓ, તે ઘણા વર્ષોથી સુનાવણી વિના પેન્ડિંગ છે. બિલકિસ બાનોનો કેસ પેન્ડિંગ છે, પરંતુ રાહુલ ગાંધીનો કેસ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. ‘ભારત જોડો યાત્રા’ પછી રાહુલ ગાંધી એક વિશ્વસનીય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે અને એવું લાગે છે કે ભાજપ તેમની લોકપ્રિયતાથી ‘ડર્યું’ છે.મહેબૂબાએ કહ્યું કે મને ખાતરી છે કે લોકો ‘વેસ્ટ ઈન્ડિયા કંપની’ના કુશાસનથી જાગશે. 1947 પહેલા જે રીતે તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે ઉભા હતા તે જ રીતે તેમની સામે ઉભા થશે.

આ પણ વાંચો:હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સિક્રેટ પત્ર લખીને ગયો છે અતીક અહેમદ, હવે ખુલશે રહસ્ય?

આ પણ વાંચો:અતીક-અશરફ હત્યા કેસની તપાસ કરશે SIT, આ ત્રણ અધિકારીઓ હશે ટીમનો ભાગ

આ પણ વાંચો:ઘરના ટેરેસ પર ધાબળો ઓઢાડીને બેઠો હતો શખ્સ, નોકરને જોઈને ભાગ્યો, નવજોત સિંહ સિદ્ધુએ કર્યું ટ્વિટ

આ પણ વાંચો:જો શરીર પર એક પણ ટેટૂ હશે તો તમને સરકારી નોકરી નહીં મળે; જાણો શું છે કારણ

આ પણ વાંચો:આઝમ ખાનની તબિયત બગડી, દિલ્હીની આ હોસ્પિટલમાં દાખલ