China/ ચીનમાં દુ:ખદ ઘટના, હોસ્પિટલમાં આગ લાગવાથી 21 લોકોના મોત

ચીનની રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 21 લોકોના મોત થયા છે. જ્યારે 71થી વધુ લોકો ઘાયલ થયા છે, આ દર્દનાક અકસ્માત બાદ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી

Top Stories India

ચીનની રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 21 લોકોના મોત થયા છે. જ્યારે 71થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દર્દનાક અકસ્માત બાદ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં દાઝી જવાને કારણે ઘણા દર્દીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. જોકે, મૃતકોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે.

સરકાર-નિયંત્રિત ‘ચાઇના ડેઇલી’ના સમાચાર અનુસાર, બેઇજિંગના ફેંગતાઇ જિલ્લામાં સ્થિત એક હોસ્પિટલમાં આગ ફાટી નીકળ્યા બાદ આ દુર્ઘટના બની હતી. અહેવાલ મુજબ આગ મંગળવારે બપોરે 12.57 કલાકે (સ્થાનિક સમય મુજબ) લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી.

 ટીમ પહોંચે તે પહેલા જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ પછી, 71 દર્દીઓને બચાવીને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે આ મામલે તપાસ ચાલુ છે.