કર્ણાટકના મુખ્યમંત્રીએચડી કુમારસ્વામી જયારે પણ રેલીઓમાં પોતાના સ્વાસ્થ્ય બાબતે વાત કરે છે, ત્યારે ભાવુક થઇ જાય છે. વળી, આનાથી એમના વિરોધીઓને પણ આલોચના કરવાનો મોકો મળી જાય છે. શુક્રવારે માંડ્યા જિલ્લાના માલવલ્લીમાં એક રેલીમાં ભાવુક થઈને આશંકા દર્શાવી કે, તેઓ વધારે સમય જીવતા નહિ રહે.
એ સમયે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદીયુરપ્પા પણ એ જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા. એમણે કુમારસ્વામી પર નિશાન સાધતા કહ્યું કે, એમણે ઈમોશનલ સ્પીચ ન આપવી જોઈએ.
બંને ઘુર વિરોધીઓએ આખો દિવસ માંડ્યા અને રામનગરમાં પ્રચાર કર્યો. રેલી દરમિયાન કુમારસ્વામીએ કહ્યું કે, હું કદાચ વધારે સમય જીવતો નહિ રહુ. એમણે કહ્યું કે, મારા નસીબથી ગયા વર્ષે ઇઝરાયેલમાં બચી ગયો હતો. પરંતુ જ્યાં સુધી હું જીવતો છું, આપની સેવા માટે દરેક સંભવ કામ કરીશ.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, કુમારસ્વામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ઇઝરાયેલના પ્રવાસે ગયા હતા, જ્યાં એમને હાર્ટ અટેક આવ્યો હતો. ઈલાજ કરાવ્યા બાદ તેઓ વતન પરત આવી ગયા હતા.
એમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે, કુમારસ્વામીએ પોતાના સ્વાસ્થ્યને લઈને ઈમોશનલ સ્પીચ ન આપવી જોઈએ. પરંતુ વિકાસ વિકાસ કાર્ય અને સારું શાસન આપવામાં ધ્યાન લગાવવું જોઈએ.