Lok Sabha Election 2024/ લોકસભા ચૂંટણી: એક જ દિવસમાં થશે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન, જાણો વિગતો

આ વખતે દેશભરમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.

Gujarat Others
YouTube Thumbnail 2024 04 04T180145.146 લોકસભા ચૂંટણી: એક જ દિવસમાં થશે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન, જાણો વિગતો

દેશભરમાં 18મી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ ચાલી રહી છે. 16 માર્ચ 2024ના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવા નિયુક્ત ચૂંટણી પંચ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સિંધુ સાથે મળીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી.

આ વખતે દેશભરમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ ભારતમાં સૌથી લાંબી ચાલનારી સામાન્ય ચૂંટણી હશે, જે કુલ 44 દિવસ સુધી ચાલશે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ કરશે અને સતત ત્રીજી વખત ચૂંટણી લડશે.

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 13 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે. તો ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. પાંચમા તબક્કાની વાત કરીએ તો આ તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર 20મી મેના રોજ મતદાન થશે, જ્યારે છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 57 બેઠકો પર 25મી મેના રોજ અને 7માં તબક્કામાં 1લી જૂને મતદાન થશે. 8 રાજ્યોમાં 57 બેઠકો પર મતદાન થશે. પરિણામની તારીખ 4 જૂન 2024 રાખવામાં આવી છે.

જણાવી દઈએ કે લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાશે.

ગુજરાતની વાત કરીએ તો અહીંની 26 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે, જે ત્રીજા તબક્કામાં (7 મે) યોજાશે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ., પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ બેઠકોનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે વરસાદ?