Not Set/ ભાવનગર/ ચાલુ લિફ્ટ વચ્ચે અટકી પડતા મનપા કોર્પોરેટર ફસાયા

કોર્પોરેટર રહીમ કુરેશી ફસાયા મનપાની લિફ્ટમાં ચાલુ લિફ્ટ વચ્ચે અટકી પડતા ફસાયા કોર્પોરેટર લિફ્ટમાં ફસાયેલ કોર્પોરેટરને મહામુશ્કેલીએ બહાર કઢાયા ભાવનગર મહાનગરપાલિકાની લીફ્ટમાં વડવા બ ના નગરસેવક સહીત ત્રણ લોકો ફસાઈ જતા દોડધામ મચી હતી. ત્રીજા મળે જતી લીફ્ટ અચાનક બીજા મળે પહોચે તે પહેલા અટકી જતા નગરસેવક સહીત અન્ય બે લોકો ફસાય જતા લોકોના શ્વાસ […]

Gujarat Others
bsk 1 ભાવનગર/ ચાલુ લિફ્ટ વચ્ચે અટકી પડતા મનપા કોર્પોરેટર ફસાયા
  • કોર્પોરેટર રહીમ કુરેશી ફસાયા મનપાની લિફ્ટમાં
  • ચાલુ લિફ્ટ વચ્ચે અટકી પડતા ફસાયા કોર્પોરેટર
  • લિફ્ટમાં ફસાયેલ કોર્પોરેટરને મહામુશ્કેલીએ બહાર કઢાયા

ભાવનગર મહાનગરપાલિકાની લીફ્ટમાં વડવા બ ના નગરસેવક સહીત ત્રણ લોકો ફસાઈ જતા દોડધામ મચી હતી. ત્રીજા મળે જતી લીફ્ટ અચાનક બીજા મળે પહોચે તે પહેલા અટકી જતા નગરસેવક સહીત અન્ય બે લોકો ફસાય જતા લોકોના શ્વાસ અધર થઇ ગયા હતા. ઘટનાને પગલે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અન્ય લોકોની મદદ થી ત્રણેયને બહાર સલામત રીતે લીફ્ટનો જાળી વાળો દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભાવનગર મહાનગરપાલિકા બિલ્ડીંગ થી લીફ્ટ માં વડવા બ વોર્ડના નગરસેવક સહીત બે લોકો અચાનક લીફ્ટ બંધ થતા ફસાયા હતા. નગરસેવક રહીમભાઈ કુરેશી પોતાના રોજીંદા ક્રમ મુજબ મહાનગરપાલિકામાં આવી લીફ્ટમાં ત્રીજા મળે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક બીજા અને ત્રીજા મળે લીફ્ટ ઉભી રહી જતા રહીમભાઈ અને અન્ય બે લોકોના શ્વાસ અધ્ધર થી ગયા હતા. જો કે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અન્ય લોકોની મદદ થી ત્રણેય લોકોને લીફ્ટનો જાળી વાળો દરવાજો અડધો ખોલીને બહાર કાઢવામાં આવ્યા હતા. નગરસેવક રહીમભાઈ કુરેશી દ્વારા જાણવામાં આવ્યું હતું કે ભાવનગર મહાનગર પાલિકામાં વર્ષો જૂની લીફ્ટ છે જે હાલ તદ્દન બિસ્માર થઈ ચુકી છે.

દિવસ દરમિયાન અધિકારી અને પદાધિકારીઓ સહિતના હજારો લોકો આ લીફ્ટ મારફત ઉપર નીચે આવે જાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા કરોડોનું બજેટ ફાળવામાં આવે છે જે ખોટા ખર્ચાઓ કરી વેડફી દેવામાં આવે છે જેને બદલે લોકોની સુવિધા માટે આ લીફ્ટને અધતન બનાવે તેવી માંગ છે. જો કે આજે તો રહીમભાઈ કુરેશી સહીત અન્ય બે લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પણ અગામી સમયમાં આ જુના જમાનાની લીફ્ટ થી કોઈ જાનહાની સર્જાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા લીફ્ટ રીપેર કારમાં આવશે કે કેમ તે જોવું રહ્યું……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.