Not Set/ #કોરોનાનોકહેર/ સાબરમતી મધ્યસ્થજેલમાં 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હબડા હબડી

ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર એટલે કે અમદાવાદ અને અમદાવાદમાં કોરોનાએ પોતાનો સકંજો એટલો તે મજબૂત કસ્યો છે કે, સામાન્ય સંજોગોમાં જ્યાં કબૂતર પણ ફફડાટ નથી કરી શકતા અને કોઇ અંદર કે બહાર પરમિશન વીના આવી જઇ પણ નથી શકતુ. આવી ગુજરાતની સાન સમી સાબરમતી જેલમાં કોરોના કોઇને પુછ્યા કાછ્યા વીના પહોંચી ગયો હોવાનું સામે આવી રહ્યો […]

Ahmedabad Gujarat
e9500c2a08e0e67f5bde796acfa97fb4 #કોરોનાનોકહેર/ સાબરમતી મધ્યસ્થજેલમાં 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હબડા હબડી
e9500c2a08e0e67f5bde796acfa97fb4 #કોરોનાનોકહેર/ સાબરમતી મધ્યસ્થજેલમાં 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હબડા હબડી

ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર એટલે કે અમદાવાદ અને અમદાવાદમાં કોરોનાએ પોતાનો સકંજો એટલો તે મજબૂત કસ્યો છે કે, સામાન્ય સંજોગોમાં જ્યાં કબૂતર પણ ફફડાટ નથી કરી શકતા અને કોઇ અંદર કે બહાર પરમિશન વીના આવી જઇ પણ નથી શકતુ.

આવી ગુજરાતની સાન સમી સાબરમતી જેલમાં કોરોના કોઇને પુછ્યા કાછ્યા વીના પહોંચી ગયો હોવાનું સામે આવી રહ્યો છે. અને કોરોનાની ચપેટમાં એક કે બે નહીં સાત સાત લોકો આવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.  આ સાત લોકોમાં કેદી પણ છે અને પોલીસવાળા પણ સમાવિષ્ટ છે.

સાબરમતી સેન્ટ્રલ જેલ કે જ્યાં સરકાર દ્વારા અપાતી જાણકારી પ્રમાણે કાયમ માટે કેપેસીટી કરતા વધારે કેદી હોય છે અને કેદી પણ કેવા જેવા તેવા નહીં ખુખાર. આ સાબરમતી મધ્યસ્થ જેલામાં 3 પોલીસ વાળા અને 4 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ સાત લોકોનાં કોરોના પોઝિટીવ પર જો ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો જરા આંકલન કરો કે ગચોગીચ કેદીઓથી ભરેલી બેરેક અને બેરેકોથી ભરેલી જેલ, જેલનાં ખુણે ખુણે પહેરો દેતા સુરક્ષા કર્મી આવામાં જેલના 3 પોલીસ કર્મી અને 4 કેદીનો કોરોના પોઝિટીવ આવ્યો તો સંક્રમણની સંખ્યા સંપર્કની થિયોરી સાથે ક્યાં પહોંચશે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન