Not Set/ હાર્દિકનાં ઉપવાસનો છઠ્ઠો દિવસ, હાર્દિકે કર્યો જળનો ત્યાગ

અમદાવાદ, હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ થયો. ગઈ કાલે હાર્દિક પટેલની સોલા સિવિલ દ્વારા ચેક અપ કરતા હાર્દિકના યુરિનમાં ઇન્ફેકશન હોવાની ડોક્ટરની ટિમ દ્વારા જણાવમાં આવ્યું હતું. જોકે હાર્દિક પટેલ દ્વારા ગત રાત્રીથી જ જળનો ત્યાગ કરવામાં આવ્યો છે. હાર્દિકના જળના ત્યાગ બાદ તંત્ર દ્વારા તેની તબિયત પર નજર રાખી રહયા છે. ત્યારે […]

Top Stories Ahmedabad Trending
04 હાર્દિકનાં ઉપવાસનો છઠ્ઠો દિવસ, હાર્દિકે કર્યો જળનો ત્યાગ

અમદાવાદ,

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ થયો. ગઈ કાલે હાર્દિક પટેલની સોલા સિવિલ દ્વારા ચેક અપ કરતા હાર્દિકના યુરિનમાં ઇન્ફેકશન હોવાની ડોક્ટરની ટિમ દ્વારા જણાવમાં આવ્યું હતું.

જોકે હાર્દિક પટેલ દ્વારા ગત રાત્રીથી જ જળનો ત્યાગ કરવામાં આવ્યો છે. હાર્દિકના જળના ત્યાગ બાદ તંત્ર દ્વારા તેની તબિયત પર નજર રાખી રહયા છે. ત્યારે હાર્દિક પટેલને રાજય સરકાર દ્વારા ઉપવાસ છોડવા માટે કોઈ ને કોઈ હિલચાલ થઈ રહી છે.

બુધવારે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસ તેના ઘર પર દૂધ-શાકભાજી, કરિયાણા સહિતનો જીવન જરૂરી સામાન પણ અટકાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે, પોલીસ તેના ઘરે આવી રહેલા લોકોને પણ અટકાવી રહી છે.

તેના ઘરે પાણી, દૂધ સહિતનો પુરવઠો પણ રોકી દેવામાં આવી રહ્યો છે. તેના ઘરે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી તેમના ભોજનની વ્યવસ્થા માટે આ તમામ વસ્તુઓ જરૂરી છે. આ ઉપરાંત લોકોની સગવડતા માટે પોલીસ તેના ઘરે મંડપ પણ બાંધવા નથી દઈ રહી. હાર્દિકની આ અરજી પણ આજે 30મી ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થશે.

ગુરુવારે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે કલમ 144નો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસના અધિકારીઓ સરકારની સૂચના હેઠળ કામ કરી રહ્યા છે.

હાર્દિકના અમારાંત ઉપવાસના છઠ્ઠા દિવસે જળનો ત્યાગ કરતા તંત્ર હરકતમાં આવી ગયું છે. હાર્દિકના ઘર બહાર પણ પોલીસની સંખ્યા વધારી દેવાઇ છે.