@નિકુંજ પટેલ
શહેરમાં ઉત્તરાયણને પગલે એકતરફ પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. બીજીતરફ દોરીમાં પક્ષીઓ ફસાવાના બનાવો પણ વધી રહ્યા છે. સવારે 10 વાગ્યા સુધીમાં જ દોરીમાં પક્ષીઓ ફસાવાના છ કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. ઉત્તરાયણમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળવા તમામ ફાયર સ્ટેશનો પર ફાયરની ટીમોને તૈયાર રહેવા જણાવાયું છે.
અમદાવાદમાં સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ પર પહોંચીને પતંગ ચગાવવામાં મશગુલ થઈ ગયા છે. ધાબાઓ પર લોકો પતંગ દોરી, ચિક્કી સાથે પહોંચી ગયા છે. બીજીતરફ નિર્દોષ પક્ષીઓ દોરીમાં ફસાતા ઘાયલ થવાના અસંખ્ય બનાવો બને છે.
આજે સવારે જ શહેરમાં ઝાડ પર પક્ષીઓ દોરીમાં ફસાવાના છ કોલ ફૈયરબ્રિગેડને મળ્યા હતા. ફાયર કંટ્રોલના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં ફક્ષીઓ દોરીમાં ફસાઈ જતા છ કોલ મળ્યા હતા. જેને પગલે ફાયરની વિવિધ ટીમો જે તે સ્થળે રવાના કરવામાં આવી હતી.
દરમિયાન ઉત્તરાયણને પગલે શહેરમાં આગ કે અન્ય બનાવોને પહોંચી વળવા તમામ ફાયર સ્ટેશનો પર ફાયરની ટીમો વાહનો સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, એમ ફાયર વિભાગે જણાવ્યું હતું.
આ પણ વાંંચોઃ
આ પણ વાંંચોઃ
આ પણ વાંંચોઃ