Not Set/ સુરેન્દ્રનગર/ ઝેરી દારૂ પીવાથી બેનાં મોત, બે લોકોની હાલત ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઝેરી દારૂ પીધા પછી બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે. તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લખતર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ લખતરના બજરંગપુરાની આ ઘટના છે. રવિવારે સાંજે હાપાર નજીક ચાર લોકો ગેરકાયદેસર વેચાયેલો દારૂ પીવા ગયા હતા. દારૂ […]

Gujarat Others
2a34755db4c3d8f2229a4c257752a8c7 સુરેન્દ્રનગર/ ઝેરી દારૂ પીવાથી બેનાં મોત, બે લોકોની હાલત ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઝેરી દારૂ પીધા પછી બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે. તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લખતર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ લખતરના બજરંગપુરાની આ ઘટના છે. રવિવારે સાંજે હાપાર નજીક ચાર લોકો ગેરકાયદેસર વેચાયેલો દારૂ પીવા ગયા હતા. દારૂ પીધા પછી ચારેયની તબિયત લથડવાનું શરૂ થયું હતું. જે બાદ ચારેયને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. બનાવની બાતમી મળતાં લખતર પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે જણાવ્યું કે રવિવારે સાંજે ચારેય દારૂના નશામાં હતા. આ પછી ચારેયની તબિયત લથડવાનું શરૂ થયું. જેમાં વેલજીભાઇ વશરામભાઇ આધારા અને નરસિંહભાઇ વિરમગામીયાનું ઝેરી દારૂ પીને મોત થયું હતું. તે હાલમાં પ્રાથમિક અહેવાલ છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે. અન્ય બે લોકોની હાલત નાજુક છે. હાલ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.