ક્રાઈમ/ સુરતમાં સિગરેટ લેવા બાબતે થયેલા ઝઘડામાં મિત્રએ મિત્રની જ હત્યા કરી

ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં તડકેશ્વર સોસાયટીમાં દીપ અને આકાશ વાઘમારે નામના યુવકો વચ્ચે સિગરેટ લેવા બાબતે સામાન્ય બોલાચલી થઈ હતી.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિગરેટ લેવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલો ઝઘડો હત્યાની ઘટનામાં પરિવર્તિત થયો હતો. આકાશ અને દીપ વચ્ચે થયેલા ઝઘડામાં દીપે આકાશ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને આકાશને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં આકાશનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. તેથી ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તાત્કાલિક દીપની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં તડકેશ્વર સોસાયટીમાં દીપ અને આકાશ વાઘમારે નામના યુવકો વચ્ચે સિગરેટ લેવા બાબતે સામાન્ય બોલાચલી થઈ હતી. જો કે આ બોલાચલી થયા બાદ ફરીથી આકાશ અને દીપ ઝઘડ્યા હતા અને બીજી વખતે જે ઝઘડો થયો હતો તેમાં બંને એકબીજા ચપ્પુ અને તલવાર જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા.

આ ઘટનામાં દીપ નામના ઈસમ દ્વારા આકાશને પેટ અને ઝાંઘના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. આ ઘટનામાં આકાશને ગંભીર ઈજા થઈ હોવાના કારણે 108 મારફતે આકાશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ગંભીર ઇઝાના કારણે વિકાસના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું અને તેના કારણે વિકાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને ખટોદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા દીપ રવીન્દ્ર પટેલ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

દીપની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે દીપ અને આકાશ બંને મિત્રો હતા અને એક જ સોસાયટીના રહેવાસી હતા. આકાશે દીપને સિગરેટ લેવાના જે પૈસા આપ્યા હતા તે પૈસા બાબતે બંને વચ્ચે મગજમારી થઈ હતી. આ પૈસાની મગજમારીને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સિગરેટ બાબતે આકાશને પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક આકાશ સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે અને આરોપીનો કોઈપણ ગુનાહિત ઇતિહાસ નથી.



આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર