Not Set/ અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, નોંધાયા 22 પોઝિટીવ કેસ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરના IIMમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસમાં 22 જેટલા કેસો સામે આવ્યા છે,

Ahmedabad Gujarat
A 260 અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, નોંધાયા 22 પોઝિટીવ કેસ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરના IIMમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસમાં 22 જેટલા કેસો સામે આવ્યા છે, જેથી કેમ્પસને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કન્ટેન્મેન્ટ જાહેર કરાયો છે.

રાજ્યમાં સુરત, અમદાવાદ કોરોનાનો હોટસ્પોટ બની ગયો છે. અહીં છેલ્લા બે દિવસથી 500થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે આઈઆઈએમ-અમદાવાદમાં બે દિવસમાં 22 કોરોના કેસો સામે આવતા તંત્રની ચિંતા વધી ગઇ છે. એએમસી દ્વારા કેમ્પસને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદના વેસ્ટ ઝોનના અધિકારીએ જણાવ્યું કે ગઈ કાલે આઈઆઈએમમાં 10 જેટલા કોરોના કેસ સામે આવ્યા હતા. જેથી આજે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પણ 13 કેસ મળ્યા છે. બે દિવસમાં કેમ્પસમાંથી કુલ 23 કેસ મળી આવ્યા છે.

આ પણ વાંચો : લીંબડીમાં ભાભીની મદદથી નણંદ પર નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

રાજ્યમાં બુધવારે મળતા આંકડા પ્રમાણે, સુરતમાં રેકોર્ડબ્રેક 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165, રાજકોટમાં 164, ભરૂચમાં 13, મહેસાણામાં 17, જામનગરમાં 35, ખેડામાં 19, પંચમહાલમાં 5, ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 39, કચ્છમાં 15, આણંદમાં 10, દાહોદમાં 16, નર્મદામાં 17, સાબરકાંઠામાં 9, છોટાઉદેપુરમાં 1, અમરેલીમાં 14, જૂનાગઢમાં 8, મહીસાગર 11, મોરબીમાં 12, અરવલ્લી 3, બનાસકાંઠા 9, ગીરસોમનાથમાં 6, વલસાડ 7, પાટણ 19, સુરેન્દ્રનગર 8, તાપી 8, બોટાદ 1, ડાંગ 4, દેવભૂમિ દ્વારકા 7, પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં, પોલીસના વલણને લઈ લોકોમાં રોષ

અત્યાર સુધી 36 લાખ 77 હજાર 467 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 6 લાખ 17 હજાર 132 લોકોને બીજા ડોઝ આપવામાં આવ્યો છે. કુલ મળીને 42 લાખ 94 હજાર 599નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :એન્ટિલિયા કેસ મામલે થયો વધુ એક ખુલાસો, મનસુખ હિરેનને હત્યા પહેલા કરાયા હતા બેભાન