બસ અકસ્માત/ અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો

મોડી રાત્રે અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ગંભીર બસ પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની આ બસ હોવાનું, તેમજ બસમાં એક જ પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા

Top Stories Gujarat
chotila aksmat1 અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો

મોડી રાત્રે અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ગંભીર બસ પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની આ બસ હોવાનું, તેમજ બસમાં એક જ પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બસમાં અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો હતો. તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. હાઇવે વચ્ચે મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થયો હતો, તેથી જેસીબી દ્વારા બસને ખસેડવામાં આવી હતી. ચોટીલા પોલીસ તુરત ઘટનાસ્થળે પહોંચી હતી.

chotila aksmat 2 અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો

શાહ – દોશી પરિવારના પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ મુસાફરોને નડ્યો અકસ્માત

આ અંગે વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ આજે મોડી રાત્રે અમદાવાદ થી અંબિકા ટ્રાવેલ્સની મીની પેસેન્જર બસમાં શાહ – દોશી પરિવારના પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા, મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. આ વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

chotila aksmat 3 અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો

એક વૃદ્ધ મહિલા સહિત છ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા 

અમદાવાદના પરિવારમાંથી ૬ ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ ઘાયેલોના નામ ઉષાબેન દોશી (ઉ.વ.૭૦), સમર્થ શાહ, અંકિતા દર્શનભાઈ, રેખાબેન શાહ, સાહિલ દોશી, અને એક અજાણી વ્યક્તિને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત ચોટીલા હોસ્પિટલમાં હિતેનકુમાર દોશી, જયેશભાઈ પરમાર, વિરમભાઇ શાહ, સંકેત જોશી નામના ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા છે.આ અકસ્માતની ઘટના કઇ રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પૂછપરછ કરી અને વધારે માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

sago str 9 અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો