કોરોના/ ટેસ્ટીંગની લાપરવાહી સુરતી લાલાઓને પડશે ભારી

સુરતમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થતા મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. બહારથી આવતા મુસાફરો દ્વારા કોરોના ટેસ્ટ કરાવવામાં નીરસતા દાખવવામાં આવી રહી છે.  જેને ધ્યાને લઈને મનપા દ્વારા બહારગામથી આવતા લોકોને ટેસ્ટીંગ થાય તે માટે બહારગામથી આવવાના સ્થળો પર કોરોના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. સુરતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં […]

Gujarat Surat
vlcsnap 2021 03 11 17h15m11s045 1 ટેસ્ટીંગની લાપરવાહી સુરતી લાલાઓને પડશે ભારી

સુરતમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થતા મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. બહારથી આવતા મુસાફરો દ્વારા કોરોના ટેસ્ટ કરાવવામાં નીરસતા દાખવવામાં આવી રહી છે.  જેને ધ્યાને લઈને મનપા દ્વારા બહારગામથી આવતા લોકોને ટેસ્ટીંગ થાય તે માટે બહારગામથી આવવાના સ્થળો પર કોરોના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.

vlcsnap 2021 03 11 17h14m57s609 ટેસ્ટીંગની લાપરવાહી સુરતી લાલાઓને પડશે ભારી

સુરતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત બહારથી નોકરી ધંધા માટે આવતા લોકો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રવેશના પોઈન્ટ પર કોરોના ટેસ્ટીંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે.  સુરત મનપા દ્વારા રેલ્વે સ્ટેશને બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ થયા બાદ તેઓ શહેરમાં પ્રવેશ કરે. જેથી બહારથી આવેલ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહિ તે માલુમ પડી શકે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ