સુરત/ આપના પૂર્વ નેતા મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણી એક સમાજિક કાર્યકર્તા છે. જેમણે ગત મોડી રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા પરિવારજનોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.

Top Stories Gujarat Surat
મહેશ સવાણીને
  • સુરતઃ મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક       
  • આપના પૂર્વ નેતા છે મહેશ સવાણી
  • મહેશ સવાણીને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
  • મહેશ સવાણીની હાલત હાલ સ્થિર
  • મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો

સુરતમાં આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહેશ સવાણીને સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડ્યા છે. હાલ  તેમની  હાલત હાલ સ્થિર છે. જાણવા મળી રહ્યું છે કે મહેશ સવાણીને ગત મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો.

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણી એક સમાજિક કાર્યકર્તા છે. જેમણે ગત મોડી રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા પરિવારજનોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. પરિવારજનો મહેશ સવાણીને સુરતની પી. પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ વાતની જાણ થતાં તેમના સમથકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ‘આપ’નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

‘આપ’માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, ‘મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.

કોણ છે મહેશ સવાણી?

સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. મહેશ સવાણી ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે, અને તેઓ અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તેઓ અનેક આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. સુરતના જાણિતા સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીય કરશે.

આ પણ વાંચો :સાવલીના માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મળ્યો મૃતદેહ, રહસ્યમય રીતે થયો હતો ગુમ

આ પણ વાંચો :રેલ્વે સ્ટેશન પર સદનસીબે ટળી મોટી દુર્ઘટના, એક વ્યક્તિ ટ્રેન નીચે આવતા બચ્યો

આ પણ વાંચો : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિને આવ્યું કૉર્ટનું તેંડુ, 2018માં બની હતી આ ઘટના

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, 2 કરોડમાં ખરીદાયેલો આ દિગ્ગજ બેટ્સમેને IPLમાંથી પાછું ખેંચ્યું નામ