Not Set/ ફલાઇટમાં બોક્સર માઈક ટાયસનને આવ્યો ગુસ્સો અને પછી શુ થયું…. જુઓ વીડિયો

બોક્સર માઈક ટાયસનનો ગુસ્સે ભરાયેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં માઈક ટાયસન ફ્લાઈટ દરમિયાન એક મુસાફરને મારતો જોવા મળી રહ્યો છે.

Top Stories World
7 31 ફલાઇટમાં બોક્સર માઈક ટાયસનને આવ્યો ગુસ્સો અને પછી શુ થયું.... જુઓ વીડિયો

અમેરિકાના પૂર્વ સ્ટાર બોક્સર માઈક ટાયસનનો ગુસ્સે ભરાયેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં માઈક ટાયસન ફ્લાઈટ દરમિયાન એક મુસાફરને મારતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માઈક ટાયસન પેસેન્જરના ચહેરા પર મુક્કા મારી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 55 વર્ષીય ટાયસન હંમેશા તેના ગુસ્સા માટે જાણીતા છે. આ પહેલા પણ તે અનેક પ્રસંગોએ પોતાનો મિજાજ ગુમાવતો જોવા મળ્યો છે. આ વખતે ફ્લાઈટમાં ટાયસન એક મુસાફરથી નારાજ થઈને તેને મારતો જોવા મળે છે. આ મામલો 20 એપ્રિલનો  છે.

માઈક ટાયસન જેટબ્લુ પ્લેનમાં સાન ફ્રાન્સિસ્કોથી ફ્લોરિડા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન, ફ્લાઇટમાં ટાયસનની પાછળની સીટ પર એક વ્યક્તિ બેઠો હતો, જે વારંવાર કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો હતો. ઘણી વખત ઇનકાર કરવા છતાં, તે વ્યક્તિએ માઇક ટાયસન સાથે વાત કરવાનું બંધ કર્યું નહીં. ટાયસન પહેલેથી જ ગુસ્સે થઈ રહ્યો હતો, પરંતુ તે ગુસ્સાને કંટ્રોલમાં રાખ્યાે. એક વ્યક્તિ પોતાના મોબાઈલથી આ બધાનો વીડિયો બનાવી રહ્યો હતો.

જ્યારે તે મુસાફર વારંવાર ના પાડવા છતાં પણ સંમત ન થયો, ત્યારે ટાયસનનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેણે તેના ચહેરા પર મુક્કાઓથી વાર કર્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે પેસેન્જરના ચહેરા પરથી લોહી પણ વહેવા લાગ્યું હતું. આ મામલે હજુ સુધી યુએસ પોલીસ કે માઈક ટાયસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.