Not Set/ ક્રાઇમ સ્ટોરી/ ચાર લાશોને કારમાં નાખી ખુદ હત્યારો પોલીસ સ્ટેશન પહોંચ્યો

કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયાના રોઝવિલેના રહેવાસી મૂળ ભારતીયની  પોલીસે ચાર વ્યક્તિની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.જોવાની વાત એ છે કે 53 વર્ષના  શંકર નાગપ્પાએ ખુદ પોતે પોલીસને આ હત્યાઓની જાણ કરી હતી.શંકર કાર લઈને પોલીસ મથક પહોંચીને જાણ કરી કે, તેણે રોઝવિલે ખાતે આવેલા પોતાના ઘરમાં પરિવારના જ ચાર સભ્યોની હત્યા કરી છે. શંકર  નગપ્પા હાંગડુ […]

Top Stories World
WhatsApp Image 2019 10 17 at 1.46.59 PM ક્રાઇમ સ્ટોરી/ ચાર લાશોને કારમાં નાખી ખુદ હત્યારો પોલીસ સ્ટેશન પહોંચ્યો
કેલિફોર્નિયા,
અમેરિકાના કેલિફોર્નિયાના રોઝવિલેના રહેવાસી મૂળ ભારતીયની  પોલીસે ચાર વ્યક્તિની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.જોવાની વાત એ છે કે 53 વર્ષના  શંકર નાગપ્પાએ ખુદ પોતે પોલીસને આ હત્યાઓની જાણ કરી હતી.શંકર કાર લઈને પોલીસ મથક પહોંચીને જાણ કરી કે, તેણે રોઝવિલે ખાતે આવેલા પોતાના ઘરમાં પરિવારના જ ચાર સભ્યોની હત્યા કરી છે. શંકર  નગપ્પા હાંગડુ જે રીતે અપરાધનો સ્વીકાર કરી રહ્યો હતો તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. શંકર પોતાની કારમાં જ મૃતદેહ લઈને ટાઉનમાં ફર્યો હતો.
શંકરે કરેલી કબૂલાત પછી પોલીસે કારમાંથી એક પુખ્ત અને બે બાળકોનાં મૃતદેહનો કબજો લીધો હતો.રોઝવિલેના સાર્જન્ટ રોબર્ટ ગિબન્સે જણાવ્યું હતું કે, શંકર બપોરે 12ના સુમારે પોલીસ મથક પહોંચ્યો હતો. તેણે કહ્યું કે, તે હત્યાનો ગુનો કબૂલવા માગે છે. પોલીસ તેની વાત પર વિશ્વાસ નહોતી મૂકી રહી, પરંતુ જ્યારે તેની કારમાંથી ચાર મૃતદેહો મળી આવતાં પોલીસ ચોંકી ગઈ હતી.
પોલીસે કહ્યું કે,આવો કેસ હજુ બન્યો નથી જેમાં કોઈ વ્યક્તિ મૃતદેહો સાથે પોલીસ મથક પહોંચ્યો હોય.પોલીસ તપાસમાં જાણકારી મળી કે વીતેલા કેટલાક દિવસો દરમિયાન શંકરે આ હત્યાઓને અંજામ આપ્યો હતો. પોલીસને વિશ્વાસ છે કે, તમામ હત્યા શંકરે એકલાએ જ કરી હતી, પરંતુ નાગરિકોને તેનાથી કોઈ ખતરો હોવાનું નથી લાગતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.