PM Modi in Cricket Match/ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ચોથી અને અંતિમ ટેસ્ટઃ બંને દેશ વચ્ચેના રાજકીય સંબંધોની પણ નવી ઇનિંગ્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટમેચ હોય એટલે રોમાંચ તો હોય જ, પરંતુ તેમા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજરી આપવાના છે ત્યારે આ રોમાંચ ખાસ વધી જાય છે.

Top Stories Sports
PM Modi in Cricket Match

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટમેચ હોય એટલે રોમાંચ તો હોય જ, પરંતુ તેમા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi in Cricket Match અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજરી આપવાના છે ત્યારે આ રોમાંચ ખાસ વધી જાય છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝની ટ્રોફીની આ અંતિમ મેચ ફક્ત મેચ જ નહી હોય પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોમાં એક નવી ઇનિંગ્સનો પ્રારંભ પણ હશે. કદાચ ભવિષ્યના મજબૂત સંબંધોનો આધાર પણ તેના પર નંખાશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ ટોની એબોટ કહી ચૂક્યા છે કે અદાણી જૂથના ઓસ્ટ્રેલિયામાં રોકાણે દસ હજાર રોજગારનું સર્જન કર્યુ છે PM Modi in Cricket Match અને તેમણે આશા વ્યક્ત કરી કે બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ PM Modi in Cricket Match આજે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહી છે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલબેનીઝએ પણ હાજરી આપી છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આજે વહેલી સવારથી જ મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. મેચ જોવા માટે થઈ અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે.

માત્ર અમદાવાદના જ નહીં સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા, જામનગર, મહેસાણા, ગાંધીનગર PM Modi in Cricket Match સહિતના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવ્યા છે. નાના બાળકો પણ મેચ જોવા માટે ઉત્સાહિત છે. રોહિત શર્માની ટી શર્ટ પહેરી ભારતનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે.

સ્ટેડિયમમાં મેચના થોડા સમય અગાઉ લોકોની ભીડ વધી રહી છે. દૂર દૂર સુધી હજારો લોકોની PM Modi in Cricket Match ભીડ જોવા મળી રહી છે. તમામ લોકો ઉત્સાહ સાથે મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ આવી રહ્યા છે. જેમાં ખેલાડીઓ અને ટીમના ફેન પણ આવ્યા છે. દરેક મેચમાં હાજર રહેતા ધોનીના ફેન મહેશ સ્ટેડિયમ બહાર આવ્યો હતો અને દેશનો તિરંગો લહેરાવ્યો હતો. જ્યારે ટીમ ઇન્ડિયાનો ફેન અરુણ હરિયાની પણ આવ્યો હતો અને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.

દિલ્લીથી મેચ જોવા આવેલા અલકશેન્દ્રએ જણાવ્યું હતું કે, આજે ટેસ્ટ મેચ સિરીઝમાં મોટી સંખ્યામાં ફેન્સ જોવા માટે આવ્યા છે. હું પણ મેચ જોવા માટે આવ્યો છે. આજે જ્યારે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બંને મેચ જોવા માટે આવ્યા હોય ત્યારે ગર્વની વાત છે. મેચ જોવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. સવારે સાત વાગ્યાથી લોકોની ભીડ ઉમટી પડી છે.

 

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ AAPનો દાવો- સિસોદિયાને ખતરનાક ગુનેગારો સાથે રાખવામાં આવ્યા છે, જેલમાં થઈ શકે છે હત્યા

આ પણ વાંચોઃ દુર્ઘટના/ ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર મુંબઈના દરિયાકાંઠે ખાઈમાં પડ્યું, માંડ માંડ બચ્યા ક્રૂ મેમ્બર્સ

આ પણ વાંચોઃ Delhi Liquor Scam/ દિલ્હી દારૂ કૌભાંડમાં તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને EDએ પાઠવ્યું સમન્સ, થશે પૂછપરછ