Not Set/ ભૂકંપ/ ઉત્તરાખંડમાં ભૂકંપના ભારે આંચકા, લોકો ઘરોની બહાર નીકળી આવ્યા

ઉત્તરાખંડના કુમાઉનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. શનિવારે વહેલી સવારે ભૂકંપનાં આંચકાને કારમે કુમાઉના લોકો જાગી ગયા હતા અને ભયભીત થઇ ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આજે સવારે અનુભવાયેલા ભૂકંપનાં આંચકા અન્ય જુદા જુદા ભાગોમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4 હોવાનું જાણવા મળે છે. આ આંચકાઓ સવારે […]

Top Stories India
EARTHQUACK ભૂકંપ/ ઉત્તરાખંડમાં ભૂકંપના ભારે આંચકા, લોકો ઘરોની બહાર નીકળી આવ્યા

ઉત્તરાખંડના કુમાઉનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. શનિવારે વહેલી સવારે ભૂકંપનાં આંચકાને કારમે કુમાઉના લોકો જાગી ગયા હતા અને ભયભીત થઇ ઘરની બહાર દોડી આવ્યા હતા.

જો કે આજે સવારે અનુભવાયેલા ભૂકંપનાં આંચકા અન્ય જુદા જુદા ભાગોમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4 હોવાનું જાણવા મળે છે. આ આંચકાઓ સવારે 6:32 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પિથોરાગઢમાં કેટલાક લોકો ડરના કારણે ઘરની બહાર નીકળ્યા આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ચંપાવટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર મનોજ પાંડેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર શોધી કાઢવાની કવાયતો હાથ ઘરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.