શોક/ પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોનાથી અવસાન

શાસ્ત્રીય ગાયક પંડિત રાજન મિશ્રાનું નિધન

India
RAJAN MISHARA પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોનાથી અવસાન

પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોનાના લીધે અવસાન થયું છે. તેઓ 70 વર્ષના હતા.તેમને કોરોનાના થતાં સારવાર એર્થે દિલ્હીની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા.અને આજે કોરોનાના લીધે હોસ્પિટલમાં તેમનું મોત નિપજયું છે. પંડિત રાજન મિશ્રાને હાર્ટમાં સમસ્યા થતાં તેમને સત્વરે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ડ઼ૉકટરોએ તેમને બચાવવા અનેક પ્રયત્ન કર્યા હતા પરતું તે બચી શક્યા ન હતા.

પંડિત રાજન મિશ્રા ભારતના મશહુર શાસ્ત્રીય ગાયક હતા. તેમને ભારત સરકારે 2007માં કલા ક્ષેત્રમાં  પદ્મ ભૂષણ એનાયત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેઓ વિદેશમાં પણ ખુબ લોકપ્રીય છે. જ્યાં તેમને પ્રથમ સંગીત કાર્યક્રમ 1978માં કર્યો હતો. તેયૈર પછી તો તેમના કાર્યક્રમની લાઇન લાગી હતી. અમેરીકા, ફ્રાન્સ, બાંગ્લાદેશ, સીંગાપુર, કટાર, જર્મની અને બ્રીટન જેવા અનેક દેશોમાં પોતાની ગાયકીથી લોકોને મંત્રમૃગ્ધ કર્યા હતા. પોતાના ભાઇ સાજન મિશ્રા સાથે તેમની સફળ જોડી હતી. તેેમનો સંબધ બનારસ પરિવાર સાથે હતો. તેમના નિધનના સમાચારથી શાસ્ત્રીય ગાયકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.