Not Set/ ભારતીય રેલ્વે બનાવશે દુનિયાની સૌથી ઉંચી રેલ્વે લાઈન, આ છે પ્રોજેક્ટ

ભારતીય રેલ્વે દુનિયાની સૌથી ઉંચી રેલ્વે લાઈન બનાવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ દ્વારા લદાખ અને નવી દિલ્લી વચ્ચેની જર્નીનો સમય ઘટી જશે. આ અત્યારસુધીનો સૌથી મુશ્કેલ ટાસ્ક છે. આ રેલ્વે લાઈન બિલાસપુર – મનાલી – લેહ રેલ્વે ટ્રેક છે. આ રેલ્વે ટ્રેક હવે લંબાવવામાં આવશે. આ બિલાસપુર – મનાલી – લેહ રેલ્વે ટ્રેકનો અંદાજીત […]

Top Stories India
Railways Leh China Border Longest Line ભારતીય રેલ્વે બનાવશે દુનિયાની સૌથી ઉંચી રેલ્વે લાઈન, આ છે પ્રોજેક્ટ

ભારતીય રેલ્વે દુનિયાની સૌથી ઉંચી રેલ્વે લાઈન બનાવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ દ્વારા લદાખ અને નવી દિલ્લી વચ્ચેની જર્નીનો સમય ઘટી જશે. આ અત્યારસુધીનો સૌથી મુશ્કેલ ટાસ્ક છે. આ રેલ્વે લાઈન બિલાસપુર – મનાલી – લેહ રેલ્વે ટ્રેક છે. આ રેલ્વે ટ્રેક હવે લંબાવવામાં આવશે.

આ બિલાસપુર – મનાલી – લેહ રેલ્વે ટ્રેકનો અંદાજીત ખર્ચ 83,360 કરોડ રૂપિયા છે. આ 465 કિમી લાંબી રેલ્વે લાઈન છે. આ રેલ્વે લાઈનનું કામ જયારે સંપૂર્ણ થઇ જશે ત્યારબાદ તે દુનિયાની સૌથી ઉચે આવેલી રેલ્વે લાઈન બની જશે. આ રેલ્વે ટ્રેક દરિયાનાં લેવલથી 5,360 મીટર ઉપર આવેલાં છે.

આ નવા રેલ્વે લાઈનમાં નવા 30 સ્ટેશન હશે જે લદાખમાં ઇન્ડિયા ચાઈના બોર્ડરની વધુ નજીક લઇ જશે. આ રેલ્વે ટ્રેકથી આર્મીને ઘણી મદદ થશે. આ ઉપરાંત ટુરીઝમને પણ ફાયદો થશે અને મુખ્ય લદાખમાં ડેવલપમેન્ટ થશે.

ટોટલ 465 કિમીની લંબાઈ ધરાવતી આ રેલ્વે લાઈનમાં 244 કિમીની ટનલ હશે. આ રેલ્વે ટ્રેક પર ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર દોડશે. આનાથી લેહ અને દિલ્લી વચ્ચેનું અંતર 40 કલાકની બદલે 20 કલાકમાં કપાય જશે.