Not Set/ લો બોલો! હવે દલિત સાંસદને પણ ગામમાં ઘૂસવા દીધા નહી, લોકોએ કહ્યુ અછૂત

દેશમાં કેટલો બદલાવ આવ્યો તેનુ તાજુ ઉદાહરણ તમને કર્ણાટકમાં બનેલી એક ઘટનાથી ખબર પડશે. અહીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ચિત્રદુર્ગનાં ભાજપનાં સાંસદ એ. નારાયણસ્વામીને તેમના પોતાના મત વિસ્તારનાં એક ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં રોકવામાં આવ્યા. અહી કારણ તેમની જાતિ બની હતી. નારાયણસ્વામી એક ફાર્મા કંપનીનાં ડોકટરો અને અધિકારીઓનાં જૂથ સાથે આ […]

Top Stories India
chitradurga mp narayanaswamy stopped from entering village લો બોલો! હવે દલિત સાંસદને પણ ગામમાં ઘૂસવા દીધા નહી, લોકોએ કહ્યુ અછૂત

દેશમાં કેટલો બદલાવ આવ્યો તેનુ તાજુ ઉદાહરણ તમને કર્ણાટકમાં બનેલી એક ઘટનાથી ખબર પડશે. અહીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ચિત્રદુર્ગનાં ભાજપનાં સાંસદ એ. નારાયણસ્વામીને તેમના પોતાના મત વિસ્તારનાં એક ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં રોકવામાં આવ્યા. અહી કારણ તેમની જાતિ બની હતી. નારાયણસ્વામી એક ફાર્મા કંપનીનાં ડોકટરો અને અધિકારીઓનાં જૂથ સાથે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા. સોમવારે તુમાકુરુ જિલ્લાનાં પાવાગડા તાલુકમાં આ ઘટના બની ત્યારે નારાયણસ્વામીએ તે વિસ્તારની મુલાકાત લીધી હતી.

નારાયણસ્વામીને ગોલ્લા સમુદાયનાં લોકો દ્વારા તે સમયે અપમાનિત કરવામાં આવ્યા જ્યારે તેઓ જૂથની સાથે ગોલરહટ્ટીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને અછૂટ જેવા શબ્દો કહેવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ નારાયણસ્વામીને કહ્યું હતું કે પાછા જાઓ અને ગામમાં પ્રવેશ ન કરો, કારણ કે કોઈ દલિત અથવા નીચલી જાતિનાં સભ્યોને ગોલરહટ્ટીમાં પ્રવેશવાની મંજૂરી નથી. જ્યારે નારાયણસ્વામી દલિત છે, ગોલ્લા અન્ય પછાત વર્ગ (ઓબીસી) નાં છે.

ચિત્રદુર્ગનાં સાંસદને લોકોએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિનાં કોઈ પણ સભ્ય ક્યારેય ગામમાં ગયા નથી અને તેમને આ કરવા દેવાની પરવાનગી નથી. સમુદાયનાં સભ્યો સાથે દલીલ કર્યા પછી નારાયણસ્વામી તેમની કારમાં રવાના થયા. પોલીસે આ મામલે તપાસનાં આદેશો આપ્યા છે. એસપીએ કહ્યું કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે ભાજપનાં સાંસદને કોણે પ્રવેશ કરતા અટકાવ્યા હતા. એસપીએ કહ્યું, ‘અમે વ્યક્તિઓની શોધ કરી રહ્યા છીએ. મેં ઇન્સ્પેક્ટરને મને રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે. અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે તેને કેટલાક લોકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા કારણ કે તે એક અલગ સમુદાયના હતા.’

ચિત્રદુર્ગ લોકસભા બેઠક અનુસૂચિત જાતિનાં સભ્યો માટે આરક્ષિત વર્ગની બેઠક છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં સાંસદે કહ્યું હતું કે, ‘મને ખૂબ દુઃખ થાય છે કે મને દલિત તરીકે ગોલરહટ્ટી પર જવા દેવામાં આવ્યો નથી. હું તેમની સમસ્યાઓ સાંભળવા અને તેમને આવાસ અને અન્ય પાયાની સુવિધાઓ આપવા ગયો હતો, કેમ કે તેઓ ઘણાં વર્ષોથી કોઈ પણ સુવિધા વિના ઝૂંપડામાં જીવી રહ્યા છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.