Not Set/ પ્રિયંકા ગાંધી પાસે છે અધધધ… સંપત્તિ,આંકડો જાણશો તો ચોંકી જશો

દિલ્હી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ સત્તાવાર રીતે રાજકારણમાં પગ મૂકી દીધો છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ યુપીનું કમાન સોપ્યું છે. પ્રિયંકા ગાંધીની અંદર લોકો તેમની દાદી ઈન્દિરા ગાંધીની જુએ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકા ગાંધી 450 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. એક ફાઇનાન્સિયલ વેબસાઇટ મુજબ પ્રિયંકા ગાંધી પાસે 85 કરોડ રૂપિયાના ચાર […]

Top Stories India
jjo 10 પ્રિયંકા ગાંધી પાસે છે અધધધ... સંપત્તિ,આંકડો જાણશો તો ચોંકી જશો

દિલ્હી,

પ્રિયંકા ગાંધી વાડ્રાએ સત્તાવાર રીતે રાજકારણમાં પગ મૂકી દીધો છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ યુપીનું કમાન સોપ્યું છે. પ્રિયંકા ગાંધીની અંદર લોકો તેમની દાદી ઈન્દિરા ગાંધીની જુએ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકા ગાંધી 450 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

એક ફાઇનાન્સિયલ વેબસાઇટ મુજબ પ્રિયંકા ગાંધી પાસે 85 કરોડ રૂપિયાના ચાર મકાનો છે.પ્રિયંકાના પતિ રોબર્ડ વાડ્રાની કંપની દર વર્ષે 33 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

જો લક્ઝરી ગાડીઓ વિશે વાત કરવામાં આવે તો પ્રિયંકા પાસે લગભગ પાંચ કાર છે, જે 4.1 કરોડ રૂપિયાની છે. આ ગાડીઓમાં ફોર્ડ, જગુઆર અને મર્સિડીઝ જેવી ગાડીઓ શામેલ છે.

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના પિતા રાજેન્દ્ર વાડ્રા મૂળ પાકિસ્તાનના સિયાલકોટના હતા પરંતુ ભાગલા પછી  આ કુટુંબ મોરાદાબાદ ઉત્તર પ્રદેશમાં આવી ગયા. રોબર્ટના પિતાએ સ્કોટલેંડ નિવાસી, મૌરીન મેકડોનોફ સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો, રોબર્ટ, રિચાર્ડ અને મિશેલ હતા. રોબર્ટના પિતા રાજેન્દ્રના પિતા હવે આ જગતમાં નથી. રોબર્ટના ભાઈ રિચાર્ડ અને બહેન મિશેલ પણ મૃત્યુ પામ્યા છે. મા મોરીન રોબર્ટ સાથે રહે છે.