Not Set/ 4 વર્ષની બાળકીની છાતી પર પિતાએ માર્યો મુક્કો, થયું મોત

રાજધાની દિલ્હીના સુલતાનપુરી વિસ્તારની એક આવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. જણાવીએ કે ચાર વર્ષની બાળકીને રોડ ક્રોસ કરવામાં ભૂલ થવા પર તેના જ સાવકા પિતાએ દીકરીની છાતીમાં પર એવો જોરદાર મુક્કો માર્યો કે બાળકીનું ત્યાં જ મોત થઈ ગયું. મૃતકની ઓળખ 4 વર્ષની રુખસાર ઉર્ફ નેહા તરીકે થઇ છે. […]

India
Untitled 65 4 વર્ષની બાળકીની છાતી પર પિતાએ માર્યો મુક્કો, થયું મોત

રાજધાની દિલ્હીના સુલતાનપુરી વિસ્તારની એક આવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. જણાવીએ કે ચાર વર્ષની બાળકીને રોડ ક્રોસ કરવામાં ભૂલ થવા પર તેના જ સાવકા પિતાએ દીકરીની છાતીમાં પર એવો જોરદાર મુક્કો માર્યો કે બાળકીનું ત્યાં જ મોત થઈ ગયું. મૃતકની ઓળખ 4 વર્ષની રુખસાર ઉર્ફ નેહા તરીકે થઇ છે.

આ ઘટના બન્યા બાદ આરોપી પિતાએ પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની પત્ની માની નહીં અને પોલીસને જાણ કરી દીધી. પોલીસે તપાસ બાદ હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા દાનિશ અલી (32)  ધરપકડ કરી લીધી.

મળતી માહિતી અનુસાર મંગળવારે બપોરના સમયે દાનિશ રુખસાર બાળકીને ટ્યુશને મૂકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તો ક્રોસ કરતા સમયે ઉતાવળ કરવા પર તેણે દીકરીને પહેલા લાફા માર્યા, બાદમાં તેની છાતી પર જોરથી મુક્કો માર્યો. બાળકી ત્યાં જ બેભાન થઈને પડી ગઈ. બાળકીને લઈને દાનિશ તેના ઘરે આવ્યો અને તેનેઈ પત્ની કહ્યું કે રસ્તો ક્રોસ કરતા સમયે કાર ટક્કર મારીને  જતી રહી. બંને તેને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી.

પોલીસે બુધવારે માસુમ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ તેની માતાને સોંપ્યો હતો. પોલીસ મામલામાં હજુ તપાસ કરી રહી છે.

પોલીસ મુજબ આરોપી પરિવાર સાથે બી-બ્લોક, સુલ્તાનપુરીમાં પત્ની રુખસાના અને સાવકી દીકરી સાથે રહેતા હતા. રૂખસાનાના પહેલા પતિનું 2017માં નિધન થઈ ગયું. આ બાદ તેણે ફરીથી લગ્ન કર્યા. બીજો પતિ તેની સાથે ખૂબ મારપીટ કરતો હતો, આથી તેણે બીજા પતિ પાસેથી તલાક લઈ લીધા. રૂખસાનાએ ત્રણ વર્ષ પહેલા જ દાનિશ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.