Not Set/ લખનઉમાં ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ સામે એફઆઈઆર, આ છે આરોપ

સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના મામલે લખનઉમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફેસબૂક ફાઉન્ડર અને કંપની પાર્ટનર વિરુદ્ધ લખનઉના વકીલ ઓમકાર દ્વિવેદીએ ફરિયાદ દાખલ કરી છે. વકીલનો આરોપ છે કે, ફેસબુકે ખોટી રીતે રાષ્ટ્રીય પ્રતીકો અને દેશના રાષ્ટ્રપતિ તેમજ અન્ય મંત્રીઓના લેટર પેડને દર્શાવ્યા છે. અને મનોરંજન માટે […]

Top Stories India
20182F042F132F502Fc6e1cba3146442e48cbe956c2991cef6.81cd3 લખનઉમાં ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ સામે એફઆઈઆર, આ છે આરોપ

સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના મામલે લખનઉમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફેસબૂક ફાઉન્ડર અને કંપની પાર્ટનર વિરુદ્ધ લખનઉના વકીલ ઓમકાર દ્વિવેદીએ ફરિયાદ દાખલ કરી છે.

વકીલનો આરોપ છે કે, ફેસબુકે ખોટી રીતે રાષ્ટ્રીય પ્રતીકો અને દેશના રાષ્ટ્રપતિ તેમજ અન્ય મંત્રીઓના લેટર પેડને દર્શાવ્યા છે. અને મનોરંજન માટે આનો ઉપયોગ કર્યો છે. આ મામલે નિવેદન આપવા માટે તારીખ 12 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

hd people mobile image 750x352px e1539869056287 લખનઉમાં ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ સામે એફઆઈઆર, આ છે આરોપ

વકીલે પુરાવા રૂપે સ્ક્રીનશોટ પ્રસ્તુત કર્યા છે. આરોપ છે કે સોશિયલ મીડિયા સાઈટ પર ચાલતી એક એપમાં પરવાનગી વગર રાષ્ટ્રીય પ્રતીકોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એમણે કહ્યું કે, આનાથી મારી ભાવનાઓને ચોટ પહોંચી છે. અને રાષ્ટ્રીય ગૌરવનું અપમાન થયું છે. આ જ કારણ છે કે એમણે આ મામલો કોર્ટમાં ઉઠાવવાનું મન બનાવ્યું.