white house/ બાઇડેને વ્હાઇટ હાઉસમાં દિવાળીની કરી ભવ્ય ઉજવણી

અમેરિકામાં ભારતીયોના વધતા જતા વર્ચસ્વ વચ્ચે આ વખતે વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેને તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે ભારતીય-અમેરિકનો સાથે રાખીને દિવાળીની ઉજવણી કરી હતી.

Top Stories World
Biden 2 બાઇડેને વ્હાઇટ હાઉસમાં દિવાળીની કરી ભવ્ય ઉજવણી
  • ભારતીય-અમેરિકનોની હાજરીમાં કરવામાં આવી ઉજવણી
  • બાઇડેને દિવાળીની શુભેચ્છાઓ આપી અને હથિયાર સમર્થકોને કડક સંદેશ આપ્યો 

અમેરિકામાં ભારતીયોના વધતા જતા વર્ચસ્વ વચ્ચે આ વખતે વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેને તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે ભારતીય-અમેરિકનો સાથે રાખીને દિવાળીની ઉજવણી કરી હતી.

આ દરમિયાન અમેરિકન અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અમેરિકન ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ પહોંચી હતી. દિવાળીના અવસર પર આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમના સંબોધનમાં દિવાળીની શુભેચ્છાઓ આપી અને પોતાના દિવાળી સંદેશમાં હથિયાર સમર્થકોને કડક સંદેશ પણ આપ્યો.

બાઈડેને કહ્યું કે, હું મારો કાર્યકાળ પૂરો કરીને જાઉં તે પહેલા અમે હુમલાના શસ્ત્રો પર પ્રતિબંધ મૂકીશું. અમે તે પહેલા કર્યું હતું, અમે ફરીથી પણ કરીશું. હિંસક ઉગ્રવાદ એક ખતરો છે. આ દેશમાં નફરત માટે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન ન હોઈ શકે.

આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે વિશ્વભરના એક અબજથી વધુ લોકો સાથે આપણે દીવો પ્રગટાવીશું અને બુરાઈ પર અચ્છાઈ, અજ્ઞાન પર જ્ઞાન અને અંધકાર પર પ્રકાશની જીતની ઉજવણી કરીશું. કમલા હેરિસે જણાવ્યું હતું કે ઘણી સંસ્કૃતિઓની જેમ દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણે દુનિયામાં એકબીજામાં અને આપણામાં પોતાની અંદર પ્રકાશ જોવાની યાદ અપાવે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના સંબોધનમાં ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકનો પણ ઉલ્લેખ કર્યો, જેઓ બ્રિટનમાં વડાપ્રધાન પદ સંભાળવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઋષિ સુનક હવે યુકેના પીએમ બનશે. ટૂંક સમયમાં તેઓ બિટનના રાજાને મળવા જઈ રહ્યા છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે, એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેનો અર્થ ઘણો છે.

વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન બોલિવૂડ ગીતો પર નૃત્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જીલ બાઈડેને કહ્યું કે એશિયાના લોકો ખાસ કરીને ભારતીયોના કારણે અમેરિકા ઝડપથી આગળ વધી રહ્યું છે. હું આભારી છું કે આ દિવાળીના કારણે પ્રેમ, મક્કમતા અને વિશ્વાસ સાથે તમને આ ઘરમાં લાવવામાં આવ્યા છે.