આગ/ ગાંધીનગર જૂના સચિવાલયમાં લાગી ભીષણ આગ,ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી  મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ગાંધીનગર જૂના સચિવાલયમાં ભીષણ આગ લાગી છે,ફાયર વિભાગ સત્વરે ઘટનાસ્થળે પહોંચ્યું છે.

Top Stories Gujarat
4 21 ગાંધીનગર જૂના સચિવાલયમાં લાગી ભીષણ આગ,ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે

ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના
બ્લોક નંબર 16ની કચેરીમાં આગનો બનાવ
બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં
પાંચ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
આગ લાગવાનું કારણ હજી અકબંધ

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી  મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ગાંધીનગર જૂના સચિવાલયમાં ભીષણ આગ લાગી છે,ફાયર વિભાગ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરી છે.શુક્રવારે વહેલી સવારે જૂના સચિવાલયના બ્લોક નંબર-16ની કચેરીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બીજા માળ પર આવેલી કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે આગની જ્વાળાઓ એટલી તેજ હતી કે તાત્કાલિક ધોરણે કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમને સંપર્ક કરી દેવાયો હતો. અત્યારે આગ વધુ ફેલાય એની પહેલા ફાયર બ્રિગેડની ટીમ જૂના સચિવાલય પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે.

પ્રાથમિક માહિતી અનુસાર વિકાસ કમિશનરની બિલ્ડિંગમાં આગ લાગી છે. જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજા માળ પર આગ લાગવાની ઘટના બનતા સમયસર ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારપછી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.