ભાવનગરના આંબાચોક વિસ્તારમાં આવેલા ચપ્પલના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. રબર અને પ્લાસ્ટીકના કારણે ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ત્યારે ફાયર વિભાગને જાણ કરતાં તાત્કાલિક 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણસર ગોડાઉનમાં લાગી હતી તેનું કારણ અકબંધ છે. આ ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.