Accident/ હિમ્મતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત, 3 ઘાયલ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… હિંમતનગર હાઇવે પર ગાંભોઇ પાસે અકસ્માત અકસ્માતમાં 3ના મોત, 3 ઘાયલ કાર પલટી જતા સર્જાયો અકસ્માત ઘાયલોને હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું રાજ્યમાં અકસ્માતનાં કિસ્સાઓ વધી રહ્યા છે, ગઇ કાલે બુધવારનાં રોજ BRTS બસ પિલ્લર […]

Gujarat Others
corona 150 હિમ્મતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત, 3 ઘાયલ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

હિંમતનગર હાઇવે પર ગાંભોઇ પાસે અકસ્માત
અકસ્માતમાં 3ના મોત, 3 ઘાયલ
કાર પલટી જતા સર્જાયો અકસ્માત
ઘાયલોને હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો
મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું

રાજ્યમાં અકસ્માતનાં કિસ્સાઓ વધી રહ્યા છે, ગઇ કાલે બુધવારનાં રોજ BRTS બસ પિલ્લર સાથે અથડાઇ ગઇ હતી, જો કે તેમા કોઇ જાનહાની થઇ નથી. મોડી રાત્રે 10 વાગ્યે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જણાવી દઇએ કે, સાબરકાંઠામાં સ્કોર્પિયો સાઇડની પિલ્લર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતા ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતનાં પગલે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે ત્રણ ઇજાગ્રસ્તોને 108 માં હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોનાં પરિવારજનોને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનેલા તમામ અમદાવાદનાં પૂર્વ વિસ્તારનાં નિકોલનાં હોવાનું બહાર આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો