સુરેન્દ્રનગર/ ચાર કલાકની ભારે જહેમત બાદ બોરમાં ખબકેલી દીકરીનું દિલધડક રેસક્યુ,સુરક્ષિત બહાર કઢાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે 600 ફૂટ ઊંડા બોરમાં પડેલી 6 વર્ષીય બાળકીનું આર્મી દ્વારા દિલધડક રેસક્યુ કરવામાં આવ્યું છે. અને બાળકીને ભારે જહેમત બાદ આબાદ બચાવી લેવામાં આવી છે. 

Top Stories Gujarat
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે 600 ફૂટ ઊંડા બોરમાં પડેલી 6 વર્ષીય બાળકીનું આર્મી દ્વારા દિલધડક રેસક્યુ કરવામાં આવ્યું છે. અને બાળકીને

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે 600 ફૂટ ઊંડા બોરમાં પડેલી 6 વર્ષીય બાળકીનું આર્મી દ્વારા દિલધડક રેસક્યુ કરવામાં આવ્યું છે. અને બાળકીને ભારે જહેમત બાદ આબાદ બચાવી લેવામાં આવી છે.

વહેલી સવારે 7.30 વાગ્યાની આસપાસ ગાજણવાવ ગામમાં આદિવાસી પરિવારની 6 વર્ષીય દીકરી રમતાં-રમતાં અચાનક  600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને બાળકીને બચાવી એવા માટે દોડતું થયું હતું. 4 કલાકની ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી છે.

ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ધ્રાંગધ્રા આર્મી, પોલિસ અને આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે તાકીદે ગાજણવાવ ગામે દોડી જઇ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ ટીમ ઓક્સિજન સિલેન્ડર આપવાની કીટ સાથે ઘટના સ્થળે પહોંચી આવી છે. બોરવેલમાં બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

આશરે 11.30 વાગ્યાની આસપાસ બાળકીને બેભાન અવસ્થામાં બોરમાથી બહાર કાઢવા આવી હતી. પોતાની દીકરીને હેમખેમ બોરમાથી બહાર આવેલીજોઈ માતા-પિતા અને અન્ય ગ્રામજનોની આંખોમાં હર્ષના આસું આવી ગયા હતા. બાળકીને વધુસર્વર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

રાજકીય / જો હું કોંગ્રેસમાં જવું તો પહેલી શરત દારૂબંધી દૂર કરીશ : શંકરસિંહ વાઘેલા