બેરોજગારી/ કોરોનાના સીધી અસર રાજ્યની રોજગારી પર,ગુજરાતમાં આટલા નવા બેરોજગારો નોંધાયા,જાણો

લાખો યુવાનો બેરોજગાર થઇ ગયા છે,અને બેરોજગારીમાં ખુબ વધારો થયો છે આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાના સમયથી બેરોજગારો પ્રભાવિત થયા છે

Top Stories Gujarat
4 26 કોરોનાના સીધી અસર રાજ્યની રોજગારી પર,ગુજરાતમાં આટલા નવા બેરોજગારો નોંધાયા,જાણો

કોરોનાના સમયગાળાની સીધી અસર રોજગારી પર પડી છે, લાખો યુવાનો બેરોજગાર થઇ ગયા છે,અને બેરોજગારીમાં ખુબ વધારો થયો છે આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાના સમયથી બેરોજગારો પ્રભાવિત થયા છે. ગુજરાતમાં કોરોનાના સમયગાળામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીના સમયગાળામાં ઇપીએફઓમાં છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં સૌથી વધુ નવા સભ્યો નોંધાયા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષના આંકડાની તુલના કરવામાં આવે તો રાજ્યમાં 2018-19માં 5.57 લાખ, 2019-20માં 7.18 લાખ અને 2020-21માં 7.55 લાખ નવા સભ્યો નોંધાયા હતા. જેની સામે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીમાં જ 8.34 લાખ નવા સભ્યો નોંધાઈ ચૂક્યા છે.

જાન્યુઆરીથી માર્ચ સુધીના આંક ઉમેરાતા તે ઘણો આગળ જશે. જેથી ત્રણ વર્ષની તુલનામાં રોજગારીનું પ્રમાણ ઘણું ઊંચું નોંધાયું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ ડિસેમ્બર 2021ના નવા સભ્યોના આંકડા જાહેર કર્યા છે જેમાં ગુજરાતમાં 1.33 લાખ નવા સભ્યો નોંધાયા છે જે ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે. મે 2021માં સૌથી ઓછા 54578 નવા સભ્યો નોંધાયા હતા.

બીજા રાજ્યો સાથે તુલના કરીએ તો ડિસેમ્બરમાં નવા રોજગાર સર્જનમાં ગુજરાત ચોથા સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3.23 લાખ નવા સભ્યો નોંધાયા છે. નોંધનીય છે કે ડિસેમ્બરમાં દેશમાં કુલ 14.60 લાખ ઇપીએફઓ નવા સભ્યો નોંધાયા છે જે નવેમ્બરની તુલનામાં 2.06 લાખ વધુ છે.