Not Set/ સૌરાષ્ટ્ર, કોરોના સંક્રમણ મામલે જામનગર પાસેથી ધડો લે; 24 કલાકમાં 14 કેસ સાથે એક મોત, લાકડાઉન પાછુ લાગુ કરવા ફરજ પડી

જામનગર માટે શુક્રવારનો આજનો દિવસ બ્લેક ફ્રાઇડે જેવો જ સાબિત થયો હોય તેવુ પ્રતિત થાય છે. આજનાં એક જ દિવસમાં બપોર સુધીમાં 7 પોઝિટીવ કેસ સામે આવ્યા તો સાંજ સુધીમાં વધુ 7  કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા, સામે આવેલા કેસની સાથ સાથે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામના 11 મહિનાના એક બાળકનું કોરોનથી મોત સૌ […]

Gujarat Others
6f803e6d8723d318a6d264879e72bc8b સૌરાષ્ટ્ર, કોરોના સંક્રમણ મામલે જામનગર પાસેથી ધડો લે; 24 કલાકમાં 14 કેસ સાથે એક મોત, લાકડાઉન પાછુ લાગુ કરવા ફરજ પડી

જામનગર માટે શુક્રવારનો આજનો દિવસ બ્લેક ફ્રાઇડે જેવો જ સાબિત થયો હોય તેવુ પ્રતિત થાય છે. આજનાં એક જ દિવસમાં બપોર સુધીમાં 7 પોઝિટીવ કેસ સામે આવ્યા તો સાંજ સુધીમાં વધુ 7  કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા, સામે આવેલા કેસની સાથ સાથે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામના 11 મહિનાના એક બાળકનું કોરોનથી મોત સૌ માટે આધાત જનક સમાચાર છે. જી હા અધધધ કેસ સાથે એક મોત પણ આજે જામનગરનાં ખાતે નોંધવામાં આવ્યું છે.  

આજે સવારે 7 કેસ સામે આવ્યા બાદ જામનગર શહેરમાં રણજીત રોડ, ગુલાબ નગર, દિજામ સર્કલ સહિતના વિસ્તારોને કોરોનાએ પોતાની ચપેટમાં લઇ લીધા હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ વિસ્તારોમાંથી કોરોનાનાં કુલ 4 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો જામનગરનાં હડિયાણા અને ચંગામાં પણ એક-એક કેસ પોઝિટિવ નીકળતા અધિકારીઓ અને ડોક્ટરોમાં દોડધામ મચી જવા પામી છે. 

જિલ્લામાં ચોવીસ કલાકમાં બહાર ગામથી આવેલા લોકોના જ કોરોના 14 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ આંક 22 પર પહોંચ્યો છે. જામનગર જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવની સંખ્યાથી હડકપ મચી છે. જિલ્લામાં અત્યારે સુધીમાં કુલ 22 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રએ જિલ્લામાં આજે રાત થી સંપૂર્ણ લોકડાઉન પણ જાહેર કર્યું છે.

આજે રાતથી 17 મે સુધી જામનગર સંપૂર્ણ લોકડાઉન

ગ્રીન ઝોન જાહેર થયા બાદ જામનગરમાં કેસ વધતા જિલ્લા કલેકટર મહત્વનો નિર્ણય કર્યો છે. જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે, આજે રાતથી 17મેં સુધી જામનગર સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આજે જ જામનગરમાં નવા 14 કેસ સામે આવ્યા છે. 2 દિવસ પહેલા પણ ત્રણ કેસ નોંધાયા હતા ત્યારે ગ્રીન ઝોન જાહેર થયા બાદ કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

સૌરાષ્ટ્ર જામનગરનાં કિસ્સામાંથી ઘડા લે

કોરોનાને બીલકુલ લાઇટમા લેવા જેવો નથી પહેલા પણ કહેવામાં આવ્યું છે કે, કોરોનાને લાઇટ લેવાની ભૂલ આકરી પડી શકે છે.જે જામનગરનાં કિસ્સાથી આજે સાબિત થઇ રહ્યું છે. જામનગરમાં આવેલા તમામ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી સૌરાષ્ટ્ર આખાને જામનગરમાંથી શીખ મેળવે તે હિતાવહ છે. સૌરાષ્ટ્રભરમાં બહાર ગામમાં ફસાયેલા લોકો આવી રહ્યા છે ત્યારે તમામ શહેરોએ પૂરી તકેદારી રાખી આવનારા સમયમા ચાલવુ જ રહ્યું તે સમજવાની જરુર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન