Not Set/ મહાનગરનાં મહાપોશ વિસ્તાર સેટેલાઇટમાં મહાભૂવો, રોડ કરાયો બંધ – મંતવ્યએ ઉઠાવ્યા સળગતા સવાલ ​​​​​​​

અમદાવાદનાં અતિ પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની પ્રાઇડ ગણાતા ઇસ્કોન – નહેરુનગર રોડ પર ભૂવો પડ્યો છે. જી હા, ઇસ્કોન – નહેરુનગર રોડ પર સ્ટાર બજાર પાસે પડયો ભૂવો પડ્યો છે. ભૂવો પણ જેવો તેવો નથી પડ્યો, ભૂવાએ પણ અમદાવાદ મહાનગરપાલીકાની આબરુ અને રુઆબને ધ્યાનમાં રાખ્યો હોય તેમ મહાભૂવાનો આકાર અહીં ઘારણ કરી પોતાનાં ઘારાઘોરણો અમદાવાદ મહાનગરપાલીકાનાં રાડ-રસ્તા માટેનાં ધારાધોરણોથી […]

Ahmedabad Gujarat
6bd87854284dd92b1e702b9b5648f62c મહાનગરનાં મહાપોશ વિસ્તાર સેટેલાઇટમાં મહાભૂવો, રોડ કરાયો બંધ - મંતવ્યએ ઉઠાવ્યા સળગતા સવાલ ​​​​​​​
6bd87854284dd92b1e702b9b5648f62c મહાનગરનાં મહાપોશ વિસ્તાર સેટેલાઇટમાં મહાભૂવો, રોડ કરાયો બંધ - મંતવ્યએ ઉઠાવ્યા સળગતા સવાલ ​​​​​​​

અમદાવાદનાં અતિ પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની પ્રાઇડ ગણાતા ઇસ્કોન – નહેરુનગર રોડ પર ભૂવો પડ્યો છે. જી હા, ઇસ્કોન – નહેરુનગર રોડ પર સ્ટાર બજાર પાસે પડયો ભૂવો પડ્યો છે. ભૂવો પણ જેવો તેવો નથી પડ્યો, ભૂવાએ પણ અમદાવાદ મહાનગરપાલીકાની આબરુ અને રુઆબને ધ્યાનમાં રાખ્યો હોય તેમ મહાભૂવાનો આકાર અહીં ઘારણ કરી પોતાનાં ઘારાઘોરણો અમદાવાદ મહાનગરપાલીકાનાં રાડ-રસ્તા માટેનાં ધારાધોરણોથી ચડીયતા સાબિત કર્યા છે. 

મહાનગરનાં મહાપોશવિસ્તારમાં મહાભૂવાનાં કારણે સેટેલાઇટ રોડ એક બાજુ બંધ કરાયો છે. ઇસ્કોન થી નહેરુનગર – જોધપુર ચાર રસ્તાનો એક સાઇનો ટ્રેક મહાભૂવાનાં કારણે રીત સરનો બંધ કરી દેવામાં આવ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ભૂવાનાં કારણે એક તરફનો રોડ બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી ભારે હાવાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  

ભૂવાઓ અમદાવાદ માટે નવા નથી એ વાત વિદિત છે. બલકે  ભૂવાઓ બુરવામાં કેટલાય લોકોના ઘર પણ ભરાતા હોવાની લોકચર્ચા વરસોથી અમદાવાદમાં ચર્ચાતી રહી છે. અમદાવાદમાં છાશવારે પડતા ભૂવા મામલે અનેક સવાલો પૂર્વે પણ ઉઠ્યા છે અને હાલ પણ ઉઠી રહ્યા છે. જી હા અમદાવાદનાં ભૂવા મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ લોકહિતને ધ્યાનમાં રાખી આ સળગતા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. 

કોના પાપે સ્થાનિકોને હાલાકી?

ભૂવાનગરી બન્યું અમદાવાદ?

કોઇ જાનહાનિ થાય તો જવાબદાર કોણ?

કયારે ભૂવાની કામગીરી પૂર્ણ કરાશે?

મનપાની પ્રિ-મોનસૂન કામગીરી ખાડામાં?

ભૂવાનું ભૂત કેમ દરવખતે અમદાવાદમાં જ ધૂણેે છે ?

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews