ગુજરાત/ રાજ્યમાં એકવાર ફરી નવજાત બાળક ત્યજી દેવાનો કિસ્સો બહાર આવ્યો

રાજ્યમાં નવજાત બાળકને ત્યજી દેવાનો કિસ્સો એકવાર ફરી સામે આવ્યો છે. નડીયાદ અનાથાશ્રમ બહાર આ નવજાત બાળક મળી આવ્યુ હતુ. મળતી માહિતી અનુસાર આ બાળકની આશરે દોઢથી બે માસની ઉંમર છે.

Top Stories Gujarat Others
નવજાત ત્યજી દેવાનો મામલો
  • ફરીથી નવજાત બાળક ત્યજી દેવાનો કિસ્સો
  • નડીયાદ અનાથાશ્રમ બહાર મળ્યું નવજાત બાળક
  • બાળકની આશરે દોઢથી બે માસની ઉંમર
  • અજાણી વ્યક્તિ બાળક મુકીને ફરાર
  • અનાથાશ્રમ સંચાલકો માસૂમને નડીયાદ સિવિલ લઇ ગયા

નાના બાળકો કોને ન ગમે? તમને લાગશે કે આ કેવો સવાલ છે, પરંતુ આજનાં સમયમાં આ સવાલ ઉભો થાય તેવી સ્થિતિનું જાણે નિર્માણ થયુ છે. રાજ્યમાં એકવાર ફરી નવજાત બાળકને ત્યજી દેવાનો કિસ્સો બહાર આવ્યો છે. જે હવે સવાલ ઉભો કરે છે લોકોની માનસિકતા પર.

નવજાત બાળક

આ પણ વાંચો – Political / UP માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓપી રાજભરને યાદ આવ્યા જિન્ના, કહ્યુ- જો તે પ્રથમ PM હોત તો વિભાજન ન થયું હોત

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં નવજાત બાળકને ત્યજી દેવાનો કિસ્સો એકવાર ફરી સામે આવ્યો છે. જણાવી દઇએ કે, નડીયાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથાશ્રમમાં ગત મોડી રાત્રિએ એક નવજાત બાળક કે જેને કોઇ અજાણ્યો શખ્સ અહી તરછોડીને ચાલ્યુ ગયુ છે. આ અંગે જ્યારે સિક્યોરિટીને જાણ થતા તેમણે સંસ્થાનાં ડાયરેક્ટરને જાણ કરી હતી અને ત્યારબાદ ડાયરેક્ટર થકી નડીયાદ પશ્ચિમ પોલીસેને જાણ કરવામાં આવી હતી, જે બાદ નડીયાદ પશ્ચિમ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ બાળકની આશરે દોઢથી બે માસની ઉંમર છે. બાળકને કોઇ શખ્સ મુકીને ફરાર થઇ ગયા બાદ અનાથાશ્રમ સંચાલકો માસૂમને નડીયાદ સિવિલ લઇ ગયા હતા, જ્યા ડોક્ટર્સે જણાવ્યુ કે, આ બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી છે. આ સમગ્ર મામલે નડીયાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

નવજાત બાળક

આ પણ વાંચો – Political / દેશમાં વધતી મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી કરશે આંદોલન, આ તારીખથી શરૂ થશે જન જાગરણ અભિયાન

ઉલ્લેખનીય છે કે, રાજ્માં અગાઉ ગાંધીનગરનાં પેથાપુર ખાતે પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કિસ્સામાં પણ એક શખ્સ નવજાત બાળકને ત્યજીને ચાલ્યો ગયો હતો. જો કે તપાસ બાદ બાળકને ત્યજીને ચાલ્યા ગયાનો ખુલાસો થયો હતો. પરંતુ અહી સવાલ એ ઉભો થાય છે કે, આવા કિસ્સાઓ રાજ્યમાં કેમ શરૂ થઇ ગયા છે. શું છે આ પાછળનું કારણ? શું રાજ્યનાં લોકોમાં માનવતા મરી ગઇ છે. શું એક બાળકનો ઉછેર કરવામાં કોઇ તકલીફો પડી રહી છે? આવા ઘણા સવાલો હવે ઉભા થઇ રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે …