Wintage car exhibition/ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિન્ટેજ કારનો જમાવડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

વડોદરા ખાતે આવતીકાલ થી હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં યોજાઈ રહ્યો છે . આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી

Top Stories Gujarat
  • લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ
  • હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની વિન્ટેજ કારોનો સમાવેશ
  • લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી હેરિટેલ રેલી યોજાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ પર વિન્ટેજ કારોનું પ્રદર્શન રખાયું
  • વિન્ટેજ કારોને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા
  • વિન્ટેજ કારને કુટુંબના સભ્યની જેમ સાચવે છે માલિકો

Wintage car: વડોદરા ખાતે આવતીકાલ થી હેરિટેજ કારનો એશિયાનો સૌથી મોટો કાર શો વડોદરામાં યોજાઈ રહ્યો છે . આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર Wintage car રેલી યોજાઈ હતી.આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો  રેલીમાં જોડાઈ હતા

આ Wintage car રેલી કેવડિયા ખાતે 11 કલાકે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરી હતી.ત્યારે તમામ Wintage car સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ કાર નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યા માં પ્રવાસીઓ પણ ઉમટ્યા હતા અને પ્રવાસીઓએ કાર સાથે ફોટા પણ પડાવ્યા હતા.

આ Wintage car પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળી હતી . ત્યારે વિન્ટર કાર લઈ આવેલ કાર ચાલકો એ આ જૂની કારને પોતાના દીકરાની જેમ સાચવી રહ્યા છે. તેને ઘરના એક સભ્ય તરીકે રાખે છે કેટલાકે તો પોતાના જીવનમાં લગ્નથી માંડી પોતાના બાળકો આજે પણ કારમાં ફરી રહ્યા છે તેવી વાત કરી હતી.

અમદાવાદની ફક્ત 9 વર્ષીય સામ્યાએ માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કર્યો

ઉત્તરાખંડના હલ્દવાનીમાં 50 હજાર લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, રેલવેની જમીનમાંથી હમણાં દબાણ નહીં હટે

 દિલ્હીમાં કારચાલકો બેફામઃ અંજલિ પછી સ્વિગી ડિલિવરી બોય કૌશલનું મોત

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

WHOએ કોરોના મહામારી મામલે કર્યો ઘટસ્ફોટ!

એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, જય શાહે કરી જાહેરાત