Bharat Jodo Yatra/ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરમાં ભારત જોડો યાત્રા અંતર્ગત  ભારત ભ્રમણ કરી રહ્યા છે

Top Stories India
Former Congress president Rahul Gandhi

Former Congress president Rahul Gandhi       કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરમાં ભારત જોડો યાત્રા અંતર્ગત  ભારતમાં પરીભ્રમણ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રા ઉત્તર પ્રદેશમાં ત્રીજા દિવસે શામલી જિલ્લાના એલમ ગામથી શરૂ થઈ હતી,જયારે બીજી તરફ રાહુલ ગાંધીનો એક મિસ્ટ્રી ગર્લ સાથેનો સીક્રેટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી રેસ્ટોરન્ટની અંદર એક મહિલા સાથે ભોજન કરતા જોવા મળે છે. વીડિયોમાં રાહુલની બાજુમાં બેઠેલી એક મહિલા તેના વાળ ઠીક કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા રાહુલ ગાંધીએ પોતાના લાઈફ પાર્ટનર વિશે પણ ખુલીને વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તેને તેના જીવનમાં બે ગુણોવાળી છોકરીની જરૂર છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન જ્યારે તેમને તેમના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યા. મુલાકાત દરમિયાન રાહુલ તેમની દાદી ઈન્દિરા ગાંધી વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું- ઈન્દિરા ગાંધી તેમના જીવનનો પ્રેમ છે, તેમની બીજી માતા છે.રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ લગ્ન માટે કેવા પ્રકારની છોકરી ઈચ્છે છે, તો તેમણે કહ્યું કે મને એવી મહિલા પસંદ છે જેમાં મારી માતા અને દાદી બંનેના ગુણ હોય.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલમાં ઉત્તર પ્રદેશના પશ્વિમી વિસ્તારમાં છે. ગુરૂવારે સવારે આ યાત્રા શામલી જિલ્લાના એલમથી આગળ વધી છે. યૂપીના જાટલેન્ડથી પસાર થતાં ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય લોક દળ (RLD) નો સાથ મળ્યો છે. આ અગાઉ પશ્વિમ યૂપીમાં ફારૂક અબ્દુલા એમની યાત્રામાં જોડાયા હતા. નેશનલ કોન્ફરન્સ બાદ રાષ્ટ્રીય લોક દળ (RLD) બીજી વિપક્ષ પાર્ટી છે જે યૂપીમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઇ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે સપા બસપા સહિત અન્ય ભાજપ સિવાયના પક્ષોને આ યાત્રામાં જોડાવા આમંત્રિત કર્યા હતા પરંતુ એ અત્યાર સુધી દુર રહ્યા છે.

Visa/ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, રેકોર્ડ બ્રેક વિઝા આપ્યા,જાણો વિગત

Due to the harassment of usurers/વ્યાજખોરો પર ત્રાટકતી પોલીસઃ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે