Samya Panchal/ અમદાવાદની ફક્ત 9 વર્ષીય સામ્યાએ માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કર્યો

પ્રસિધ્ધ હિન્દી કવીતા “બીના લહેરે ટકરાયે નૌકા પાર નહી હોતી, કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી” અમદાવાદી પરિવારે સિધ્ધ કરી છે. માઉન્ટ એવરેસ્ટ એક એવી ઊંચાઈ છે કે જેને સર કરવાનું સપનું લોકો જોતા હોય છે . ત્યારે આ સપનું એક નાની દીકરી સામ્યા પંચાલે (Samya) પૂરું કર્યું છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તેના નામે કર્યો છે.

Top Stories Gujarat
Samya
Samya: પ્રસિધ્ધ હિન્દી કવીતા “બીના લહેરે ટકરાયે નૌકા પાર નહી હોતી, કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી” અમદાવાદી પરિવારે સિધ્ધ કરી છે. માઉન્ટ એવરેસ્ટ એક એવી ઊંચાઈ છે કે જેને સર કરવાનું સપનું લોકો જોતા હોય છે . ત્યારે આ સપનું એક નાની દીકરી સામ્યા પંચાલે (Samya) પૂરું કર્યું છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તેના નામે કર્યો છે.
સામ્યા 9 વર્ષની (Samya) ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કરીને આવી છે.. જેને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દીકરી(Samya) ને અભિનંદન પાઠવ્યા છે. માઉન્ટ એવરેસ્ટની 17 હજાર 598 ફૂટની ઊંચાઈ સર કરતા સામ્યાને (Samya) 12 દિવસનો સમય લાગ્યો અને તેના માટે સામ્યા તેના પિતાનો આભાર માની રહી છે કારણકે તેના પિતાનું સ્વપ્ન હતું કે તેમની દીકરી માઉન્ટ એવરેસ્ટ સર કરે . આ 12 દિવસોમાં માઈનસ 20 ડિગ્રી સુધીનું તાપમાન અને તેની સામે કઠિન રસ્તા પર ચાલતા સામ્યાને (Samya) ઘણા અનુભવ થયા અને આગામી દિવસોમાં તે દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો પહાડ અકોંકાગ્વા પર્વત સર કરવા માંગે છે.
એવરેસ્ટ બેઝ કેમ્પ પરત જવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. સામ્યાએ (Samya) જણાવ્યુ કે લામજે બજાર સુધી ટ્રેકિંગમાં મજા આવી હતી. રસ્તો સાફ હતો અને બ્રીજ આવતા હતા. જ્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ પરત જવામાં ખુબ મુશ્કેલી પડી હતી. રસ્તામાં સતત ભારે બરફવર્ષા થતી હતી. અમારી હોટલ ફુલ થઇ જતા અન્ય હોટલમાં જવુ પડ્યુ હતું.  પિતા મૌલિક પંચાલે જણાવ્યુ કે કોરોનાને કારણે 2 વર્ષ નકામા ગયા હતાં. બાદમાં મે સામ્યાને ત્રણ માસની ટ્રેનિંગ આપી હતી. દરરોજ વોકિંગ, ડાયટ કંટ્રોલ કર્યો હતો. અમે શાળા પાસેથી આ સાહસ માટે ખાસ મંજૂરી લીધી હતી. સામ્યાને લઇને જવામાં શરૂઆતમાં ડર લાગતો હતો. પરંતુ બાદમાં ધીરેધીરે ડર દૂર થયો હતો.

દિલ્હીમાં કારચાલકો બેફામઃ અંજલિ પછી સ્વિગી ડિલિવરી બોય કૌશલનું મોત

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

WHOએ કોરોના મહામારી મામલે કર્યો ઘટસ્ફોટ!

એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, જય શાહે કરી જાહેરાત

નવા વર્ષમાં 90 ટકા રેલ્વેને પર્યાવરણીય પ્રદૂષણથી મુક્તિ મળી

પુત્રીને શારીરિક અડપલા કરતા પિતાને હાઇકોર્ટની ફટકાર

વ્યાજખોરો પર ત્રાટકતી પોલીસઃ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે