Not Set/ Covid-19 થી બનેલી ખરાબ પરિસ્થિતિ પર આજે SC કરશે સુનાવણી, કેન્દ્ર સરકારે ફાઇલ કરવાનો છે જવાબ

દેશમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. દર્દીઓને આજે પણ હોસ્પિટલમાં બેડ્સ નથી મળતા, ઓક્સિજનની અછત હજુ પણ વર્તાઇ રહી છે. ત્યારે હવે સરકારની કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓ પર સતત લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

Top Stories India
123 133 Covid-19 થી બનેલી ખરાબ પરિસ્થિતિ પર આજે SC કરશે સુનાવણી, કેન્દ્ર સરકારે ફાઇલ કરવાનો છે જવાબ

દેશમાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. દર્દીઓને આજે પણ હોસ્પિટલમાં બેડ્સ નથી મળતા, ઓક્સિજનની અછત હજુ પણ વર્તાઇ રહી છે. ત્યારે હવે સરકારની કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓ પર સતત લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટ ફરી એકવાર કોરોના ચેપની વિકટ પરિસ્થિતિઓ અને દેશમાં દવાથી ઓક્સિજન સુધીની અછતનાં મુદ્દા પર સુનાવણી કરશે.

કોરોના 2.0 / દેશમાં રાહતનું વધુ એક ઇનપુટ : 24 કલાકમાં 2.45 લાખ લોકોએ આપી કોરોનાને માત, નવા કેસ નોંધાયા આટલા

કેન્દ્ર સરકારે આજે કોર્ટમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઓક્સિજનનાં સપ્લાય, આવશ્યક દવાઓનો પુરવઠો, રસીકરણની રીત અને પદ્ધતિ અંગે લોકડાઉન કરવાની ઘોષણા અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આજે કેન્દ્રએ પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરવાનો છે. સૌથી મહત્વની વાત એ છે કે આજે નવનિયુકત સીજેઆઈ જસ્ટિસ એનવી રમન્નાની ખંડપીઠ સમક્ષ આ મુદ્દો સુનાવણી માટે આવશે. એનવી રમન્નાએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા.

રસીના ભાવને લઇ કકળાટ / 1 મેથી રસીકરણ અભિયાન પહેલાં સરકારે SII અને ભારત બાયોટેકને કહ્યું – રસીના ભાવ ઘટાડે છે

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલની સુનાવણી 27 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. આ સાથે, કેન્દ્ર સરકારને જવાબ ફાઇલ કરવા માટે વધુ સમય મળ્યો હતો. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઓક્સિજનનાં અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઓક્સિજનનાં અભાવને કારણે લોકો મરી રહ્યા છે. અદાલતની ત્રણ જજોની બેંચ કોવિડ દ્વારા પરિસ્થિતિ વધુ કથળી હોવાનું સુનાવણી કરી રહી છે. જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક ઉચ્ચ અદાલતોમાં પડતર રહેલા કોવિડ-19 સંબંધિત કેસોની અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ ટીકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ એલ. એન. રાવ અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટને ચીફ જસ્ટિસ એસ એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે બારનાં સભ્યોએ આદેશ વાંચ્યા વિના અથવા ઓર્ડર જારી કર્યા વિના ટીકા કરી છે. ખંડપીઠે કહ્યું કે અહીં હાઇકોર્ટથી કેસ લેવાનો કોઈ ઇરાદો નથી તેથી આલોચના પાયાવિહોણી છે.

Untitled 42 Covid-19 થી બનેલી ખરાબ પરિસ્થિતિ પર આજે SC કરશે સુનાવણી, કેન્દ્ર સરકારે ફાઇલ કરવાનો છે જવાબ