National/ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ સક્રિય થવાના બાકી છે. જેના કારણે ઘાટીમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે.

Top Stories India
Untitled 23 3 કાશ્મીરમાં હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ

જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી બરફ પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ વરસાદ અને ભૂસ્ખલનના પણ  સમાચાર મળી રહયા છે .વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર વરસાદ અને હિમવર્ષાને કારણે હાઇવેને અડીને આવેલા રામબન જિલ્લાના ચંદ્રકોટ અને મિહાર વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, તેથી ભૂસ્ખલનનું જોખમ હજુ પણ વધારે છે. જેના કારણે હાઇવેને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .

આ  પણ  વાંચો:નવી દિલ્હી / PM નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, રાષ્ટ્રપતિએ સુરક્ષામાં ખામી અંગે વ્યક્ત કરીચિંતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવા વર્ષના પહેલા સપ્તાહમાં કાશ્મીરમાં હવામાન બદલાયું છે. આ વરસાદ અને હિમવર્ષાને કારણે આ દિવસોમાં કાશ્મીરમાં હવામાન ખરાબ થઈ ગયું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર બરફ અને વરસાદને કારણે હાઈવે પર જવાહર ટનલ પાસે જમીન લપસણી થઈ ગઈ હતી જેના કારણે અકસ્માત થઈ શકે છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે આવતા વાહનોને પહેલાથી જ રોકીને પાછા મોકલવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘણા વધુ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ  પણ વાંચો:કોરોના સંક્રમિત / ઈટાલીથી ભારત આવતી ફ્લાઇટમાં 100 થી વધુ યાત્રીઓ કોરોના પોઝિટિવ

જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી બરફ પડી રહ્યો છે. સમગ્ર ખીણમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ હાલમાં કાશ્મીરના લોકોને આગામી થોડા દિવસોમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ સક્રિય થવાના બાકી છે. જેના કારણે ઘાટીમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. જેના કારણે કાશ્મીર ખીણનું તાપમાન ઘટશે અને ઠંડી વધશે. સાથે જ જાહેર જીવન પર તેની વધુ અસર પડશે.