Not Set/ ગુજરાતમાં આજથી સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન, રાબેતા મુજબ શિક્ષણ થયું શરૂ

આજથી ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ આપવામાં નહી આવે. જેથી વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે. સરકારની કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેથી ફરી આજથી સ્કુલો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યો છે.

Top Stories Gujarat
અભ્યાસ ઓફલાઈન

રાજ્યમાં બે વર્ષ બાદ ફરી આજથી સ્કૂલો-કોલેજો ઓફલાઈન થયા છે. આજથી ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ આપવામાં નહી આવે. જેથી વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે. સરકારની કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેથી ફરી આજથી સ્કુલો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યો છે.

આ પણ વાંચો: વિધાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ કરવી પડશે મોંઘી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ 65 વિધાર્થીઓને આપી આ સજા,જાણો

આપને જણાવી દઈએ કે, હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સ્કૂલો-કોલેજોમાં હવે ઓફલાઈન શિક્ષણ જ અપાશે. કોરોનાનાં કારણે માર્ચ 2020થી સ્કૂલો-કોલેજો તબક્કાવાર બંધ કરાઈ હતી અને સમયાંતરે શરૂ પણ કરાઈ હતી. જો કે, તેમાં ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ એમ બંને વિકલ્પો અપાયા હતા. પરંતુ હવે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ બંધ થતાં સ્કૂલ-કોલેજ ફરીથી પહેલાની જેમ ધમધમશે.

ગુજરાતમાં ફરીથી શાળા-કોલેજોમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણ શરુ થયુ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે સ્કૂલો-કોલેજો નિયમિત ખોલવામાં આવી ન હતી, મોટાભાગે શાળા-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ઘણી માઠી અસર પડી છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જેથી ગુરુવારે રાજ્યસરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જે મુજબ ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઇનને મંજૂરી આપી દેવામાં આવી છે. આમ હવે આજથી શાળા-કોલેજો ફરીથી રાબેતા મુજબ શરૂ થઇ જશે.

જો કે, શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય અપાયો છે. જે માટે આ નિર્ણયનું અમલીકરણ તા. 21મીને સોમવારથી થઇ રહ્યું છે. જેમાં સ્કૂલોમાં 100% હાજરી સાથે ભણાવવા સરકાર તૈયાર થઇ છે.

શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે નોંધ્યું હતું કે, શિક્ષણના વિશાળ જાહેર હિતમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ આજની કોર કમિટીમાં ચર્ચા થઈ હતી. જે મુજબ, 21 ફેબ્રુઆરી, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

સોમવારથી શાળાઓમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્લાસરૂમમાંથી ચાલતા ઑનલાઇન શિક્ષણના બદલે હવે માત્ર ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓ માટે જી-શાળા એપ પર રેકોર્ડેડ કન્ટેન્ટ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, હવે રાજ્યની સ્કૂલોમાં રાબેતા મુજબનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.

આ પણ વાંચો:સિંધુ કમિશનની વાર્ષિક બેઠક પાકિસ્તાનમાં યોજાશે, ભારતીય પ્રતિનિધિમંડળ 1થી 3જી માર્ચ દરમિયાન ઈસ્લામાબાદની મુલાકાત લેશે

આ પણ વાંચો: યુએસ ઈન્ટેલિજન્સનો દાવો, રશિયાએ યુક્રેન પર હુમલાનો આપ્યો આદેશ