Not Set/ વિધાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ કરવી પડશે મોંઘી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ 65 વિધાર્થીઓને આપી આ સજા,જાણો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ લીધો છે મોટો નિર્ણય ,જો વિધાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

Top Stories Gujarat
  • સૌરાષ્ટ્ર યુનિ.ના સતાધીશોનો નિર્ણય
  • પરીક્ષામાં ગેરરીતિ કરવી પડી મોંઘી
  • 65 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં
  • 65 વિદ્યાર્થીઓને 1 વર્ષની સજા
  • 1 વર્ષ સુધી વિદ્યાર્થી નહીં આપી શકે કોઈ પરીક્ષા
  • એક્ઝામીનેશન ડીસિપ્લીનરી એક્શન કમિટીનો નિર્ણય

હવે પરિક્ષામાં ગેરરીતિ આચરી છે તો વિધાર્થીઓની ખેર નથી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ લીધો છે મોટો નિર્ણય ,જો વિધાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનો ઉત્તમ ઉદાહરણ પણ પુરો પાડ્યો છે સત્તાધીશોએ.સૈારાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશઓએ લીધો છે મહત્વનો નિર્ણય પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 65 વિધાર્થીઓ માટે કડક સજાની જોગવાઇ કરી છે ,આ તમામ 65 વિધાર્થીઓને 1 વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી છે, આ ગેરરીતિ કરનારા 65 વિધાર્થીઓ હવે એક વર્ષ સુધી કોઇ પણ પરિક્ષા આપી શકશે નહી

પરિક્ષામાં ગેરરીતિના કેસ વધી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખીને એક્ઝામીનેશન ડીસીપ્લીનરી એકશન કમિટીએ આ મહત્વનો નિર્ણય લીધો છે, હવે પરીક્ષામાં ગેરરીતિ કરનાઓ  વિધાર્થીઓ હવે તાબતોડ મહેનત કરવા પ્રેરિત થશે.