2008 બ્લાસ્ટ કેસ/ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દોષિતોની સજા અંગેની સુનાવણી થઈ પૂર્ણ, 11 ફેબ્રુઆરીએ થશે આગળની સુનાવણી

2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટા કેસમાં મંગળવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે પોતાના ચુકાદામાં 77 આરોપીઓમાંથી 49ને દોષિત ઠેરવ્યો છે

Top Stories Ahmedabad Gujarat
બ્લાસ્ટા
  • દોષિતોના સજા પરની આજની સુનાવણી પૂર્ણ
  • વધુ સુનાવણી 11 તારીખે હાથ ધરાશે
  • 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટમાં સુનાવણી
  • કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યુ
  • વધુ સુનાવણી 11 તારીખે હાથ ધરાશે

2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ બ્લાસ્ટા કેસમાં મંગળવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે પોતાના ચુકાદામાં 77 આરોપીઓમાંથી 49ને દોષિત ઠેરવ્યો છે અને 28 આરોપીઓને પુરાવાના અભાવમાં બરી કરવામાં આવ્યા છે. 26 જુલાઈ 2008ના રોજ થયેલા 20 સ્થાનો પરના 21 બ્લાસ્ટા માં 56 લોકોના મોત અને 200થી વધુને ઈજાઓ થઈ હતી. 9 ફેબ્રુઆરીએ સવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં વર્ચુઅલી રજૂ કરવામાં આવ્યા હતા.  જ્યાં બંને પક્ષો તરફથી દલીલો રજૂ કરાઈ હતી. જેમાં હવે 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે.

આ પણ વાંચો :ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત, શાળાની બહારથી ઉપાડી જઈ વિધર્મી યુવકોએ આચર્યું દુષ્કર્મ

બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરી હતી, જેની સામે કોર્ટે કહ્યું કે એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવે. સામે પ્રોસિક્યુશ દ્વારા રજુઆત કરાઈ કે દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો છે. તેને મહત્તમ સજા થવી જોઈએ, પ્રોસિક્યુશ દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો.

પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશને રજુઆત કરી કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. આ સાથે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે એવું મૌખિક અવલોકન કર્યું હતું.

આ પણ વાંચો :  દેશમાં ગ્રે કાર્ડ શરૂ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો,જાણો વિગત

આ પણ વાંચો :થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં કચરા અને ગંદકીનાં ઢગથી રહીશો પરેશાન

આ પણ વાંચો : “મોરા ઐતિહાસિક તળાવ” બચાવો અભિયાનમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત..!!

આ પણ વાંચો : “મોરા ઐતિહાસિક તળાવ” બચાવો અભિયાનમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત..!!