IPL 2022/ અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર, કેપ્ટન હાર્દિક પંડ્યાની હાજરીમાં નામ થયુ જાહેર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમે તેના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમ ગુજરાત ટાઇટન્સનાં નામ સાથે મેદાનમાં ઉતરશે.

Top Stories Sports
ગુજપાક 10 અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર, કેપ્ટન હાર્દિક પંડ્યાની હાજરીમાં નામ થયુ જાહેર
  • અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર
  • ગુજરાત ટાઇટન તરીકે ઓળખાશે અમદાવાદ IPL ટીમ
  • કેપ્ટન હાર્દિક પંડ્યાની હાજરીમાં થયું નામ જાહેર
  • પ્લેયર ઓક્શન પહેલા જાહેર કરવાનું હતું નામ
  • 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં ખેલાડીઓની હરાજી
  • CVC કેપિટલએ ખરીદી છે અમદાવાદ IPL ટીમ
  • 5625 કરોડમાં ખરીદી છે અમદાવાદ ફ્રેન્ચાઈઝી
  • આઈપીએલમાં આ વર્ષે જામશે 10 ટીમો વચ્ચે જંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમે તેના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમ ગુજરાત ટાઇટન્સનાં નામ સાથે મેદાનમાં ઉતરશે. ટીમનાં નામની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, હવે હરાજીમાં માત્ર થોડા જ દિવસો બાકી છે ત્યારે ફ્રેન્ચાઇઝીએ તેની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – રમતનો ડર કે પછી..  / ખરાબ પ્રદર્શન પછી ખેલાડીઓ એટલા ડરી જાય છે કે તેઓ તેમના દેશમાં પાછા ફરવા માંગતા નથી

ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે અને તેણે તેના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. અમદાવાદનાં CVC ગ્રુપની ટીમે હાર્દિક પંડ્યા ઉપરાંત હરાજી પહેલા પોતાની સાથે રાશિદ ખાન અને શુભમન ગિલને ઉમેર્યા છે. ટીમનાં કો-ઓનર સિદ્ધાર્થ પટેલે નામ વિશે જણાવ્યું કે અમે ગુજરાત ટાઇટન્સ નામને લઇને ઘણું સંશોધન કર્યું છે. અમે આ માટે એક એજન્સી હાયર કરી હતી, અમારો પ્રયાસ સમગ્ર ગુજરાતની છબી રજૂ કરવાનો હતો. ટીમનાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મારો પરિવાર ગુજરાતનો છે, તમામ લોકો ગુજરાતમાં રહે છે. જ્યારે બધાને ખબર પડી કે હું ગુજરાતની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છું ત્યારે તેમની આંખોમાં ખૂબ જ ગર્વ જોવા મળ્યો. ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડમાં, રાશિદ ખાનને 15 કરોડમાં અને શુભમન ગિલને 8 કરોડમાં સામેલ કર્યા છે. ટીમ પાસે હજુ 52 કરોડ રૂપિયા બાકી છે જે હરાજીમાં વાપરી શકાય છે.

આ પણ વાંચો – હિજાબ વિવાદ / પ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘બિકીની હોય, ઘુંઘટ હોય કે હિજાબ હોય, મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે’

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સ સાથે કોચ તરીકે જોડાયેલા છે, જ્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનાર ગેરી કર્સ્ટન મેન્ટર તરીકે ટીમ સાથે રહેશે. આ ઉપરાંત વિક્રમ સોલંકી ટીમનાં ડાયરેક્ટર હશે.