Not Set/ અમેઠીમાં રાહુલની સુરક્ષામાં ચૂક? ચહેરા પર દેખાઇ લેઝર લાઇટ, SPGએ કહ્યું – કેમેરાની લાઇટ હતી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક હોવાનો ખુલાસો થયેલ છે. આ મામલે કોંગ્રેસે રાહુલની સુરક્ષાને લઇને ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે. જેમાં દાવો કરાયો છે કે ગઇકાલે અમેઠીમાં નામાંકન દરમિયાન રાહુલ ગાંધીના ચહેરા પર લેઝર લાઇટ દેખાઇ હતી.પત્રમાં કોંગ્રેસે લખ્યું છે કે રાહુલ ગાંધી એસપીજી પ્રોટેક્ટેડ છે. જ્યારે ગઇકાલે રાહુલ ગાંધી મીડિયાને […]

Top Stories
laser light 01 041119032813 અમેઠીમાં રાહુલની સુરક્ષામાં ચૂક? ચહેરા પર દેખાઇ લેઝર લાઇટ, SPGએ કહ્યું – કેમેરાની લાઇટ હતી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક હોવાનો ખુલાસો થયેલ છે. આ મામલે કોંગ્રેસે રાહુલની સુરક્ષાને લઇને ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે. જેમાં દાવો કરાયો છે કે ગઇકાલે અમેઠીમાં નામાંકન દરમિયાન રાહુલ ગાંધીના ચહેરા પર લેઝર લાઇટ દેખાઇ હતી.પત્રમાં કોંગ્રેસે લખ્યું છે કે રાહુલ ગાંધી એસપીજી પ્રોટેક્ટેડ છે. જ્યારે ગઇકાલે રાહુલ ગાંધી મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેના ચહેરા પર સાત વખત આ લેઝર લાઇટ જોવામાં આવી હતી.

તે કોંગ્રેસના ફોટગ્રાફરના કેમેરાની લાઇટ: SPG

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ ફરિયાદ પર નિવેદન આપ્યું છે કે તેને અત્યારસુધી કોઇપણ પ્રકારની અધિકૃત ફરિયાદ પ્રાપ્ત નથી થઇ. જો કે તેઓ તરફથી એસપીજીના ડાયરેક્ટરને આ મામલે તપાસ કરવાનો આદેશ અપાયો છે.

ત્યારે, SPG એ આ વિશે કહ્યું હતું કે તેઓએ વીડિયો ક્લિપ જોઇ છે જેમાં એક ગ્રીન લાઇટ રાહુલના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહી છે. તે કોંગ્રેસના જ ફોટોગ્રાફરની લાઇટ છે તેવો ખુલાસો કર્યો હતો. આ બાબતની જાણકારી રાહુલ ગાંધીના સ્ટાફને પણ અપાઇ છે.

કોંગ્રેસે પત્રમાં લખ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 21 મે 1991 માં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરાઇ હતી. ત્યારેપણ ચૂંટણી જ હતી. પત્રમાં દાવો કરાયો છે કે કુલ 7 વખત તેના પર લેઝર લાઇટ કરીને તેના પર નિશાન સધાયુ હતું.

તેને વીડિયો પણ ઉપલબ્ધ કરાયો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે સ્નાઇપરે આ નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક છે તેવી કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે.

પત્રમાં ગૃહમંત્રીને અપીલ કરાઇ છે કે આ મામલે ત્વરિત પગલા લેવામાં આવે. આ સુરક્ષામાં ચૂકનો મામલો છે. તે રાજ્યના વહીવટીતંત્રની લાપરવાહી છતી કરે છે. પત્રમાં વધુમાં કહ્યું છે કે રાજનૈતિક મતભેદ હોવા છતાં રાહુલની સુરક્ષા પર મંત્રાલય અને સરકાર ધ્યાન આપે તે આવશ્યક છે.