Not Set/ ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂકંપના આંચકાં, ઉત્તર કાશીમાં હતું AP સેન્ટર

ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.૦ ની માપવામાં આવી હતી તેનું એપી સેન્ટર (કેન્દ્ર બિંદુ) ઉત્તર કાશી જિલ્લામાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલના સંજોગોમાં આ ભૂકંપના આંચકાંથઈ કોઈ જાનહાની થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ અગાઉ ૧૨ ફેબ્રુઆરીના રોજ પણ ઉત્તરાખંડનાં ઉત્તર કાશીમાં ભૂકંપના આંચકાં અનુભવવામાં […]

Top Stories India
uttarkashi ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂકંપના આંચકાં, ઉત્તર કાશીમાં હતું AP સેન્ટર

ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.૦ ની માપવામાં આવી હતી તેનું એપી સેન્ટર (કેન્દ્ર બિંદુ) ઉત્તર કાશી જિલ્લામાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલના સંજોગોમાં આ ભૂકંપના આંચકાંથઈ કોઈ જાનહાની થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ અગાઉ ૧૨ ફેબ્રુઆરીના રોજ પણ ઉત્તરાખંડનાં ઉત્તર કાશીમાં ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા હતા. ત્યારે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હતી.

હવામાન વિભાગે જાહેર કરી ભારે વરસાદની આગાહી

એક તરફ આજે ભૂકંપના આંચકાં અનુભવવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તેને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કારીને દહેરાદૂન, પૌડી, નૈનીતાલ અને ઉધમસિંહનગરમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. આવા સંજોગોમાં સરકાર અને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

https://twitter.com/ERrisk/status/1007157550356328449

શું છે રિક્ટર સ્કેલ?

ઉલ્લેખનીય છે કે, જેટલો વધુ રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે તેટલી વધુ માત્રામાં તેનાં આંચકાં હોય છે. જેમ કે, 7.9 રિક્ટર સ્કેલ પરજ્યાં ભૂકંપ આવે ત્યારે તે સ્થળે ઇમારતો ધરાશાયી થઈ જાય છે. જયારે 2.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે ત્યારે તેના આંચકાંની તીવ્રતા ઓછી હોય છે.

કોઈ પણ ભૂકંપના સમયે ભૂમિના કંપનના વધુમાં વધુ આયામ અને કોઈ આર્બિટ્રેરી નાના આયામના અનુપાતના સાધારણ ગણિતને ‘રિક્ટર સ્કેલ’ કહેવામાં આવે છે. ‘રિક્ટર સ્કેલ’નું આખું નામ રિક્ટર પરિમાણ પરીક્ષણ સ્કેલ (રિક્ટર મેગ્નીત્યૂડ સ્કેલ) છે અને નાના રૂપમાં તેને સ્થાનિક પરિમાણ (લોકલ મેગ્નીટ્યૂડ) કહેવાય છે.