રાજ્યમાં એકવાર ફરી કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જો કે આ વધારો હજુ પણ બે ડિઝીટમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જો કે થર્ડ વેવની આશંકા વચ્ચે હવે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયુ છે.
આ પણ વાંચો – Covid-19 / યુરોપ આ સમયે કોરોના મહામારીનું બન્યુ કેન્દ્ર, રસી મળી હોવા છતા વધી રહ્યા છે કેસ
દિવાળી પહેલા મળેલી મોડી રાત્રિ સુધીની છૂટછાટ બાદ હવે કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે શું હવે યુરોપ જેવી સ્થિતિનું અહી પણ નિર્માણ થશે. જણાવી દઇએ કે, હાલમાં યુરોપમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે, અહી વેક્સિન લીધા બાદ પણ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે હવે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોર્ડમાં આવી ગયુ છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકારે ફરી એકવાર રાજ્યનાં મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમયગાળો વધારવા વિચારણા શરૂ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાનાં કેસનો આંકડો 20 ની અંદર રહેતો હતો જે રવિવારે 37 નોંધાયો હતો. આ પહેલા શનિવારે 21 તો શુક્રવારે તે આંકડો 42 પર હતો. આ ઉતાર-ચઢાવ વચ્ચે આરોગ્ય વિભાગે હવે સહેજ પણ બેદરકારી ન રાખવાનો નિર્ણય લઇ શકે છે. જો કે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજકુમાર એ બેઠક યોજી રાજ્યનાં મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. એટલું જ નહીં આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ પરિપત્ર જારી કરી કોરોના વકરે નહીં તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે.
આ પણ વાંચો – તણાવની સ્થિતિ / ચીનને શ્રીલંકાએ આપ્યો મોટો ઝટકો, નબળી ગુણવત્તાવાળા ઓર્ગેનિક ખાતરોના કન્સાઈનમેન્ટને નકારી કાઢ્યો
આજે સ્થિતિ એવી ઉભી થઇ છે કે જે કોરોનાનાં ડોમને આપણે ઘણા સમયથી જોયા નથી તે હવે ફરી શરૂ કરવાની વાત થઇ રહી છે. જી હા, રાજ્ય આરોગ્ય સચિવના આદેશને પગલે હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં રોજ 50 હજાર આરટી પીસીઆર ટેસ્ટ કરવા આદેશ અપાયો છે ખાસ કરીને જાહેર સ્થળોએ તત્કાલ સ્ક્રિનિંગ કરવા સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે દેશમાં ઝડપથી લોકોનું વેક્સિનેશન થઇ રહ્યુ છે, આ જ એક કારણ છે કે કોરોનાને રોકવામાં દેશ સફળ થયુ છે. જો કે આગળ હજુ પણ સાવધાનીની જરૂર છે. એકપર્ટ પણ કહી રહ્યા છે કે આવનારી લહેર બીજી લહેર જેવી ભયાનક નહી હોય પણ તે વાતને લઇને બેદરકારી સ્થિતિ વધુ ખરાબ બનાવી શકે છે. તેટલુ જ નહી હવે રાજ્યની બોર્ડર પર પણ ચેકિંગનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જે લોકો બહાર ફરવા માટે કે કોઇ પણ કામ માટે ગયા હોય તેમણે ટેસ્ટ કરાવવું પડશે તે બાદ જ તેઓ રાજ્યમાં પ્રવેશ કરી શકશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…