Politics/ બિહારના રાજકારણમાં પરિણામ બાદ નવા સમીરણો રચવાના સંકેત

મહાગઠબંધનના નેતાઓ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ છે વડાપ્રધાન જેને બે યુવરાજ તરીકે ઓળખાવે છે઼ તેઓની વર્ચ્યુઅલ રેલી કે રેલીમાં ભીડ થાય છે.  

Top Stories Mantavya Vishesh Politics
himmat thhakar 1 બિહારના રાજકારણમાં પરિણામ બાદ નવા સમીરણો રચવાના સંકેત

@હિંમતભાઈ ઠક્કર,

  • ભાજપે મોટાભાઈ બનવા માટે બી પ્લાન તૈયાર કર્યો છે

દેશના અગ્રણી રાજયોએ અને વધુ પ્રમાણમાં સંસદીય બેઠકો  હોવાના લિસ્ટમાં જેનું નામ છે તે  લિસ્ટમાંથી ઝારખંડનું સર્જન થયું તે પહેલા ૩૦૦ બેઠક હતી.  પરંતુ ઝારખંડની રચના બાદ બિહાર વિધાનસભાની સભ્ય સંખ્યા ઘટી ગઈ છે.  હાલ આ સંખ્યા ર૪૩ જેટલી છેલ જે પૈકી ૭૧ – ૯૪ મળી ૧રપ બેઠકો માટે મતદાન થઈ ચુકયું છે.  બિહારમાં ૧પ વર્ષ કરતાં વધુ સમયથી એક યા બીજા સ્વરૂપે નિતીશકુમાર (જનતાદળ યુ)નું શાસન છે.

Bihar Election 2020: Poll-bound Bihar's low COVID-19 figures surprise  experts

નીતિશકુમાર પ્રારંભિક કાળમાં લાલુપ્રસાદ યાદવના શાસનનો અંત લાવવા ભાજપ સાથે ચૂંટણી જોડાણ કર્યુ હતુ. પરંતુ ર૦૧૪માં NDAએ વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કર્યુ એટલે નીતિશકુમારને વાંકુ પડયું અને બીનસાંપ્રદાયિકતાની છાપ જાળવવાના ઓઠા હેઠળ અલગ પડયા.  ર૦૧પની ચૂંટણીમાં નીતિશકુમારે લાલુપ્રસાદ યાદવના પક્ષ રાજદ તેમજ કોંગ્રસ સાથે બેઠકોની સમજૂતિ કરી મહાગઠબંધન રચી ચૂંટણી લડયા, મહાગઠબંધને તોતીંગ બહુમતિ મળી પાસવાન સાથે મળી ચૂંટણી લડનાર ભાજપ માત્ર પ૩ બેઠકોમાં સીમીત બન્યો.

Bihar Election 2020: Campaign goes full throttle on the last day

જો કે લાલપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને મજબૂરીથી નાયબ મુખ્યમંત્રી બનાવનાર નીતિશકુમારને બહુ ફાવ્યું નહિ.  પહેલા નોટબંધીને ટેકો આપીને અને ત્યારબાદ ભાજપના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપીને પોતાના બદલાયેલા વલણનો સંકેત આપ્યો અને બે વર્ષમાં જ મહાગઠબંધન સાથેના સગવડિયા જોડાણનો અંત આવ્યો અને નીતિશકુમાર ભાજપની સાથે અને ભાજપની ભાગીદારી સાથેની સરકાર રચી઼ આજે ચૂંટણી જંગના મેદાનમાં NDA ના નેજા હેઠળ મેદાનમાં ઉતર્યા છે઼

Bihar Assembly election: NDA likely to release joint manifesto soon | India  News | Zee News

જો કે ર૦૧પ અને ર૦ર૦ ની ચૂંટણીમાં ઘણો ફેર છે – તફાવત છે.  કારણ કે અત્યારે NDA માં જનતાદળ (યુ) ભાજપ જીતનરામ માજીનો પક્ષ  અને એક સ્થાનિક પાર્ટી છે.  બિહારમાં અને દેશમાં ભાજપના જૂના મિત્ર સ્વ઼ રામવિલાસ પાસવાનના પક્ષ લોક જનશકિત પાર્ટી (લોજપા) અલગ ચોકો બનાવી માત્ર નીતિશકુમારના પક્ષ સામે ઉમેદવારો મૂકયા છે.  અને નીતિશકુમાર સામે સ્વ રામવિલાસ પાસવાનના પુત્ર પ્રચાર કરે છે.  અને પોતાને નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવી ભાજપ વિરૂધ્ધ એક અક્ષર બોલતા નથી જયારે સામે પક્ષે મહાગઠબંધનમાં રાજદ અને કોંગ્રેસ એ મુખ્ય પક્ષો છે.  તો ડાબેરી પક્ષો આ મોરચામાં જોડાયા છે઼ ઓબીસી–માયાવતી વિગેરેએ તો અલગ મોરચો માંડયો છે.

Bihar Assembly Election 2020 | 'Have no problem with Nitish Kumar': Chirag  Paswan dismisses rumours of rift in NDA

બિહારના ચૂંટણી પ્રચારમાં લોકસભાની જેમ પ્રશાંત કિશોર જેવા ચૂંટણી વ્યુહકાર નથી.  તો બીજી બાજુ ચિરાગ પાસવાન સામે પડયા છે અને રાજકિય વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા પછી  ચીરાગ પાસવાન નીતિશકુમાર સાથે  જંગે ચડયા છે. નીતિશકુમારની લોકપ્રિયતા ઘટી છે.  ભલે મુખ્યમંત્રી પદ માટેના ફેવરીટ ઉમેદવાર ગણાયછે.  પરંતુ અત્યાર સુધીમાં જે ચાર સર્વેક્ષણો  થયા તેમાં નીતિશકુમારનો પક્ષા બીજા નંબરે અને ભાજપ પહેલા નંબરે છે. ભાજપ ૯૦ થી વધુ બેઠકો જીતવાની અપેક્ષા રાખે છે તો નીતિશકુમારની બેઠકો ૬૪ થી ૭૦ વચ્ચે રહે તેવું મોટાભાગના રાજકિય વિશ્લેષકો માને છે.

LJP President Chirag Paswan written letter to PM Modi, demand to clear  people confusion on NRC | लोजपा अध्यक्ष चिराग पासवान ने पीएम मोदी को लिखा  पत्र, एनआरसी पर लोगों का भ्रम

પરંતુ ભાજપના મોવડી મંડળના નેતાઓ  ભલે અત્યારે નીતિશકુમાર અમારા મુખ્યમંત્રી બિહાર NDAના નેતા હોવાના ગાણા ગાતા હોય પરંતુ તેમના મનમાં ભાજપની સરકારવાળી વાત રમે છે.  અને ચીરાગ પાસવાનને જો નોંધપાત્ર બેઠકો મળે તો તેમને સાથે રાખીને સરકાર  રચવાનો બી પ્લાન તૈયાર કર્યો છે. જો કે તેમનો આ પ્લાન કેટલો સફળ થશે તે સમય કહેશે.  આ વખતે કોંગ્રેસ રાજદ અને ડાબેરી પક્ષોનું બનેલુ મહાગઠબંધન ૮૦નો આંકડો વટાવે તો પણ તે આશ્ચર્યજનક પરિણામ ગણાશે.  જોકે બિહારના મતદારો ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવને બબ્બે વખત પડકાર આપી આવા આશ્ચર્ય સર્જી દીધાના અનેક દાખલા છે.  જો કે આ માટે તો ૧૯મી સુધી રાહ જોઈએ પરંતુ ભાજપે જે બી પ્લાન બનાવ્યો છે અને સર્વેક્ષણોમાં જનતાદળ (યુ) પાછળ હોવાના સંકેતો સાચા પડે તો બિહારમાં નીતિશકુમારના બદલે ભાજપના મુખ્યમંત્રીવાળુ શાસન આવે તો કોઈને આશ્ચર્ય નહિ થાય.

Lok Sabha elections 2019: Tejashwi Yadav skips Rahul Gandhi's poll rally  again, fuels speculation - lok sabha elections - Hindustan Times

જો કે મહાગઠબંધનના નેતાઓ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ છે વડાપ્રધાન જેને બે યુવરાજ તરીકે ઓળખાવે છે઼ તેઓની વર્ચ્યુઅલ રેલી કે રેલીમાં ભીડ થાય છે.  તેના કારણે ભાજપ અને જનતા દળ યુ  બન્નેની છાવણીમાં ઉભી કરી છે. ઓબીસી માયાવતી મત બગાડવા મેદાનમાં ઉતર્યા છે અને તેનો સીધો ફાયદો ભાજપને થઈ રહયો છે. અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે મતદાન થયું હોય અગર હવે પછીના તબકકામાં થાય તો બિહારના રાજકારણમાં નવા સમીકરણો જોવા મળશે તે નિશ્ચિત છે.