અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે એવું કહેવાતું હતું કે, મુસ્લીમોનો એકડો નીકળી ગયો છે. જો કે ગઇકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયાં પછી ગુજરાત વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ તમામ મુસ્લિમ ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફક્ત બે મુસ્લિમ ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે આ વખતે 2017માં 6 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 3ની જીત થઈ છે, જ્યારે પાછલી ચૂંટણીમાં 4 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 2 ઉમેદવારોની જીત થઈ હતી.
કોંગ્રેસે 2012માં 7 મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી હતી.
2017ની ચૂંટણીઓમાં જે મુસ્લીમ ધારાસભ્યોએ જીત હાંસલ કરી છે તેમાં,
ગ્યાસુદ્દીન શેખ દરિયાપુરથી અને મહંમદજાવેદ પીરઝાદા રાજકોટની વાકાનેર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.. આ સિવાય જમાલપુર ખાડિયામાંથી ઈમરાન ખેડાવાલાની જીત થઈ છે.
જીતેલા મુસ્લીમ ઉમેદવારોમાં અમદાવાદની જમાલપુર-ખાડિયાની સીટ પરથી ઇમરાન ખેડાવાલા જાયન્ટ કિલર સાબિત થયાં છે. લગભગ 8 ટર્મથી જમાલપુર ખાડિયાની સીટ ભાજપના નામે રહી હતી અને ભાજપનો ગઢ મનાતી હતી. જો કે ઇમરાન ખેડાવાલાએ 30,000 કરતાં પણ મતોથી ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટને હરાવ્યાં છે.
વાંકાનેરથી પીરઝાદા અને દરિયાપુરથી ગ્યાસુદીન શેખ બે ટર્મથી જીતે છે.
આ સાથે જ ગુજરાત વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ડબલ થઈ ગઈ છે.