કોરોના/ જામનગરમાં કોરોનાના લીધે પાંચ વર્ષીય બાળકીનું મોત,પિતા પણ કોરોનાગ્રસ્ત,હોમ આઇશોલેટ કરાયા

બાળકીના પિતા પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. આ બાળકીના પિતાને હાલ હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
4 38 જામનગરમાં કોરોનાના લીધે પાંચ વર્ષીય બાળકીનું મોત,પિતા પણ કોરોનાગ્રસ્ત,હોમ આઇશોલેટ કરાયા
  • રાજ્યમાં ચિંતાજનક સમાચાર
  • જામનગરમાં કોરોનાની રીએન્ટ્રી
  • પાંચ વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકીનું મોત
  • ગુલાબનગર વિસ્તારમાં રહેતી હતી બાળકી
  • બાળકીના પિતા પણ કોરોનાગ્રસ્ત જાહેર
  • પિતાને કરાયા હોમ આઇશોલેટ

દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, કોરાના ફરીવાર ઉછલો મારે તેવી ધારણા છે,ત્યારે ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જામનગરમાં પાંચ વર્ષીય બાળકીનું કોરોનાના લીધે મોત નિપજ્યું છે. આ બાળકી ગુલાબનગર વિસ્તારની રહેવાસી હતી. ,બાળકીના પિતા પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. આ બાળકીના પિતાને હાલ હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,173 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 82,661 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 91213173 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું છે. નવા કુલ 19 કેસ નોંધાયા છે જે પૈકી 10 અમદાવાદ કોર્પોરેશનમાં, વડોદરા કોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 કેસ મળીને કુલ 19 કેસ નોંધાયા છે