સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. સંસદમાં દિવસની શરૂઆત હોબાળા સાથે થઈ. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની દેશભક્તિ પર ઉભા થનાર પ્રશ્નો પર કોંગ્રેસે રાજ્યસભામાં નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસ તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માફી માંગવાની માંગણી કરી છે.
અગાઉ રાજ્યસભામાં ગુનેગાર નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મોડુ થયુ તો તે મુદ્દો ઉઠાવીને માંગણી કરવામાં આવી કે, આ બાબતોની સુનાવણી માટે સ્પેશયલ કોર્ટ બનાવવામાં આવે. કોંગ્રેસ નેતા અને સાંસદ આનંદ શર્માએ કહ્યું કે, સરકારને સ્પેશયલ કોર્ટ બનાવવા માટે ફંડનું આયોજન કરવુ જોઈએ,